<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ઓમનગર પાસે કારમાં બેસી દારૂ ઢીંચતા મેટોડા અને રાજકોટના ત્રણ પકડાયા

એલસીબી ઝોન-૨ના આર. એચ. ઝાલા અને ટીમે પકડી લીધા

રાજકોટ તા. ૨૮: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે કારમાં બેસી દારૂની મહેફીલ માણી રહેલા ત્રણ શખ્‍સને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધા હતાં.

દારૂ જૂગારના કેસ શોધવા ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્‍યારે માહિતી મળી હતી કે ઓમનગર સર્કલ બાલાજી કાર કન્‍સલ્‍ટનસી સામે રોડ પર જીજે૧૩સીબી-૭૪૬૩માં શખ્‍સો બેસીદારૂ પી રહ્યા છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં કારમાંથી ત્રણ શખ્‍સો વિક્રમ માંડણભાઇ ખુંટી (રહે. મેટોડા જીઆઇડીસી અંજલી પાર્ક વિરાટ રેસીડેન્‍સી બ્‍લોક નં. બી-૨૦૨), બાબુ કાળુભાઇ પરમાર (રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧, રાધે વે બ્રીજ પાછળ મીતનગર) અને અલ્‍પેશ રમેશભાઇ તાળા (રહે. સુભાષનગર બેંધ શેરી, પટેલ ચોક, નંદા હોલ પાછળ કોઠારીયા રોડ)ને દારૂ પીતા પકડી લઇ રૂા. ૬૦૦ના દારૂના બે ચપલા તથા ૨,૫૦,૦૦૦ની કાર કબ્‍જે કરી હતી.

ડીસીપી રાકેશ દેસાઇની સુચના હેઠળ   પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા અને કોન્‍સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૩)

 

(3:31 PM IST)