<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

શેરી ફરિયા લોન યોજના ફરી લોનની રકમના વધારા સાથે શરૂ થશે

કેન્‍દ્ર સરકાર દ્વારા ૨૦૩૦ સુધી યોજના ચાલુ રાખવા પરિપત્ર

રાજકોટ તા.૨૮: કેન્‍દ્ર સરકાર દ્વારા પીએમ સ્‍વનિધિ યોજના શરૂ કરવામા આવેલ જેમાં શેરી ફેરીયાઓ અને નાના ધંધાર્થીઓને રૂા.૧૦ હજારથી લઇને રૂા.૫૦ હજાર સુધીની વગર વ્‍યાજ લોન આપવામાં આવતી હતી. જેનો લાભ હજારો નાના ધંધાર્થીઓએ લીધો હતો.

ગત એપ્રિલમાં આ યોજના અચાનક બંધ કરવામાં આવતા   સ્‍વનિધિ યોજના ફરી વખત શરૂ કરવાની માંગ ઉઠેલ જે અંતર્ગત કેન્‍દ્ર સરકારે ગઇકાલે પીએમ સ્‍વનિધિ યોજના ફરી શરૂ કરી લોનની રકમમાં વધારો કરી આ યોજના ૨૦૩૦ સુધી ચાલુ રહેશે તે પ્રકારનો પરીપત્ર જાહેર કરતા રાજકોટ મહાનગરપાલિકાએ આજથી તૈયારીઓ આરંભી છે.

 સંભવત ૧ સપ્‍ટેમ્‍બરથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

સરકારે પીએમ સ્‍વનિધિ યોજના ફરી વખત શરૂ કરી છે. જેમાં હવે નાના ધંધાર્થીઓને પ્રથમ ૧૦ ના બદલે ૧૫ હજાર બીજા તબક્કામાં ૨૦ના બદલે ૨૫ હજાર અને ત્‍યાર બાદ ત્રીજા તબક્કમાં ૫૦ હજારની વગર વ્‍યાજની લોન મળવા પાત્ર છે. તેમજ ડિજિટલ પેમેન્‍ટનો વિકંલ્‍પ પસંદ કરનારા નાના વેપારીઓને રૂા.૧૬૦૦ સુધીનો પ્રોત્‍સાહન આપવામાં આવશે.

સરકાર દ્વારા સ્‍વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે. શેરી ફેરીયાઓ તેમજ નાના ધંધાર્થી અને રેકડી અને ખુમચા પર બેસીને ધંધો કરતાં નાના વેન્‍ડર્સ કેન્‍દ્રીય મંત્રીમંડળે બુધવારે બેઠકમાં ૭,૩૩૨ કરોડ રૂપિયાના બજેટ સાથે સ્‍ટ્રીટ વેન્‍ડર્સ માટેની પીએમ સ્‍વનિધિ યોજનાના પુનઃગઠન અને વિસ્‍તરણને ૩૧ માર્ચ, ૨૦૩૦ સુધી મંજૂરી આપી દીધી છે. તેઓ હવે બેન્‍ક પાસેથી વધારે લોન લઈ શકશે.

અહેવાલો અનુસાર વડાપ્રધાન સ્‍ટ્રીટ વેન્‍ડર્સ આત્‍મનિર્ભર નિધિ(પીએમ સ્‍વનિધિ) યોજના હેઠળ પહેલા હપતાની લોન મર્યાદા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા અને બીજો હપતો રૂ. ૨૦,૦૦૦થી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્‍યો છે. જો કે ત્રીજો હપતો. રૂ.૫૦,૦૦૦ પર જળવાઈ રહેશે.

સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્‍દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્‍યો હતો અને કોર્પોરેશન દ્વારા સપ્‍ટેમ્‍બર માસથી અમલવારી શરૂ કરાશે લોન લેનાર પોતાનું બીજું ઋણ સમયસર ચૂકવનારા સ્‍ટ્રીટ વેન્‍ડર્સ હવે આકસ્‍મિક વ્‍યવસાયિક અને વ્‍યક્‍તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે યુપીઆઈ સાથે જોડાયેલ રૂપે ક્રેડિટકાર્ડ માટે પાત્ર બની જશે. આ સાથે રિટેલ અને જથ્‍થાબંધ લેવડ દેવડ માટે ડિજિટલ પેમેન્‍ટનો વિકલ્‍પ પસંદ કરનારા નાના વેપારીઓને રૂ.૧૬૦૦ સુધીનું પ્રોત્‍સાહન પણ આપવામાં આવશે. 

(3:42 PM IST)