<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

૭૮ હજારના ચેઇનની ચિલઝડપનો ભેદ ખુલ્‍યોઃ વિશાલ અને હરિ પકડાયા

ક્રાઇમ બ્રાંચના કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજાની બાતમીપથી ભાવનગર રોડેથી ઝડપી લેવાયા

રાજકોટ તા. ૨૮: શહેરના ભાવનગર રોડ પર પટેલ સમાજની વાડી પાસે થયેલી સોનાના ચેઇનની ચિલઝડપનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં વિશાલ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૩૦-રહે. ચુનારાવાડ-૧)ને તથા તેની સાથે ચીના હરિભાઇ જાડેજા (ઉ.વ.૫૫-રહે. થોરાઇા રોડ ઝુપડપટ્ટી)ને પકડી લઇ ૭૮ હજારનો ચેઇન અને ૩૦ હજારનું જીજે૦૩કેએન-૦૮૩૪ નંબરનું બાઇક તેમજ રૂા. ૫ હજારનો મોબાઇલ ફોન કબ્‍જે કરાયા છે.

ટીમ ગુના શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર અને મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી બંનેને ઝડપી લેવાયા હતાં. ઝડપાયેલામાં વિશાલ અગાઉ બી-ડિવીઝન, અમરેલી, પ્ર.નગર, થોરાળામાં ચોરી, દારૂ, મારામારી સહિતના ૬ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. તેણે હરિ સાથે મળી મોજશોખ માટે ચેઇનની ચિલઝડપ કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, એસ. વી. ચુડાસમા, હેડકોનસ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, કિશનભાઇ પાંભર, કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્‍વજસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમા, સંજયભાઇ અલગોતર, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાળ, અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી.

(3:28 PM IST)