News of Thursday, 28th August 2025
‘‘યાજ્ઞિક રોડ કા રાજા,'' :શહેર કોંગ્રેસ દ્વારા ગણેશ મહોત્સવ નો પ્રારંભ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજા ની યાદી મુજબ વિઘ્નહર્તા ગણેશજીના મહોત્સવનો ભાદરવી ચોથ થી મંગલ ભેર પ્રારંભ થયો છે. શહેરમાં દસ દિવસ ગણેશમય બની રહેશે. રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ‘‘યાજ્ઞિક રોડ કા રાજા'' રામકળષ્ણ આશ્રમ સામે છેલ્લા ૧૪ વર્ષથી આયોજન થઈ રહ્યું છે ત્યારે પ્રથમ દિવસે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક વેપારીઓ અને આમ પ્રજાએ મહા આરતીનો લાભ લીધો હતો. તા. ૨૭ થી તા.૬ સુધી નિયમિત રાત્રે ૮ કલાકે મહા આરતી થશે. આરતી બાદ મહાપ્રસાદનો વિતરણ કરવામાં આવશે ગજાનંદની નિયમિત આરતીમાં જોડાવા કોંગ્રેસ પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવે છે. પ્રથમ દિવસે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, મેઘજીભાઈ રાઠોડ, નિદતભાઇ બારોટ, પ્રદીપભાઈ ત્રિવેદી, અલ્પેશ સાકરીયા, કળષ્ણદતભાઇ રાવલ, ડી પી મકવાણા, ગીરીશભાઈ પટેલ હસુભાઈ ગોસ્વામી અલ્પેશ સાકરીયા મોહિતભાઈ, દીપ ભંડેરી, અહેસાનભાઈ ચૌહાણ, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ, ભવ્ય આયોજન કરનાર આયોજકો માં નીતિનભાઈ ભંડેરી હરપાલસિંહ જાડેજા આદિત્યસિંહ ગોહિલ, મુકુંદભાઈ ટાંક, રવિ જીત્યા, વૈશાલી સિંદે, હિરલ રાઠોડ, યગ્નેશભાઈ દવે, સોહિલ જેરીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ રાણા, અક્ષાંશ ગોસ્વામી આર્યન કટારીયા, દેવ મકવાણા, જયદીપભાઇ જોશી, કેતનભાઇ ડોડીયા જહેમત ઉઠાવી રહ્યા છે, મહિલા કોંગ્રેસ સમિતિના સભ્યો નયનાબા જાડેજા, જયાબેન ટાંક, પ્રફુલાબેન ચૌહાણ કલાબેન સોરઠીયા, દીપુ રવૈયા, દયાબેન ગોહિલ, વિભૂતિબેન સહિતના મહિલા આગેવાનો પણ મહા આરતી માં જોડાયા હતા. (૩પ-૧૧)
(3:10 PM IST)










