News of Thursday, 28th August 2025
બજરંગવાડી વિસ્તારમાં ૨૧.૪૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ફાયર સ્ટેશન- સ્ટાફ કવાર્ટસના કામનો પ્રારંભ
સાંસદ પરસોતમભાઇ રૂપાલા તથા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

રાજકોટ તા.૨૮: મહાનગરપાલિકા દ્વ્રારા વોર્ડ નં.૨માં રૂ.૨૧.૪૩ કરોડના ખર્ચે નિર્માણાધિન અદ્યતન અને સુવિધાયુક્ત ‘‘ફાયર સ્ટેશન'' તથા સ્ટાફ ક્વાર્ટસ બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજે તા.૨૮ ગુરૂવાર સવારે ૧૦: ૦૦ કલાકે વોર્ડ નં.૨, બજરંગવાડી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની બાજુમાં, વિરલ વાટીકાની સામે, ૧૨ મી. બી.જે.પી. કાર્યાલય વાળો ટી.પી.રોડ, રાજકોટ ખાતે રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા તથા વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, અલ્પાબેન દવે, મીનાબા જાડેજા, શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, કૌશિકભાઈ અઢિયા, ભરતભાઈ વિરડા, રાજનભાઈ સિંધવ, જયસુખભાઈ પરમાર, કાથડભાઈ ડાંગર, સંજયભાઈ મિયાત્રા, ચંદ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ ગોહિલ, અજયસિંહ જાડેજા, અશ્વિનભાઈ અઢિયા, યોગરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ધરેજીયા, વિલાસગીરી ગોસ્વામી, જેડી ઉપાધ્યાય, કમલેશભાઈ, સુરેશભાઈ રાઘવાણી, મિલિંદભાઈ વાઘેલા, કિશોરભાઈ મકવાણા, વાસુભાઈ સિંધવ, અનુબેન પરમાર, અમીબેન પારેખ, બલવીબેન ચૌહાણ, ભાવનાબેન પોપટ, આશાબા વાઘેલા, બીનાબેન પટેલ ઉપસ્થિત રહેલ.
આ કામે અંદાજીત ૬૮૦૮.૦૦ ચો.મી. એરિયામાં G+7 માળનું ‘ફાયર સ્ટેશન' અને સ્ટાફ ક્વાટર્સ સાથે બનાવવાનો સમાવેશ થયેલ છે. આ કામમાં ગ્રાઉન્ડ ફલોરમાં ફાયર સ્ટેશન, ફર્સ્ટ ફ્લોરમાં ફાયર ઓફિસરની ઓફિસ, સ્ટોર રૂમ, સ્ટાફ રૂમ, ૩ બેડ-હોલ-કિચનના ૨ ફ્લેટ, સેકન્ડ ફલોરમાં ૩ બેડ-હોલ -કિચનના ૮ ફ્લેટ, થર્ડ ફ્લોરથી સેવન ફ્લોર સુધીમાં ૨ બેડ-હોલ-કિચનના ૪૦ ફ્લેટ એમ કુલ ૫૦ ફ્લેટ સહિતના બાંધકામનો સમાવેશ થાય છે.
આ ‘‘ફાયર સ્ટેશન'' બનવાથી વોર્ડ નં.૧,૨,૩ તથા ૯ના આસપાસના વિસ્તારના અંદાજિત ૪૦,૦૦૦ જેટલા રહેણાંક મિલકતધારકો તથા કોમર્શીયલ મિલકતધારકોને નજીકમાં જ ફાયર સ્ટેશનની અદ્યતન સુવિધાનો લાભ પ્રાપ્ત થશે
(3:07 PM IST)










