તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 28th August 2025
ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે ઋષી પાંચમનો મેળોઃ પવિત્ર સ્નાન સાથે ભોજન, ભજનની જમાવટ

રાજકોટઃ કસ્તુરબાધામ ત્રંબાના ત્રિવેણી સંગમ ખાતે પરંપરાગત ઋષી પાંચમનો મેળો આજે યોજાયો હતો. જેમાં હજારો મહિલાઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી.પવિત્ર સ્નાનની સાથે સાથે ધૂનભજન અને ભોજન-પ્રસાદનો લ્હાવો સોૈએ લીધો હતો. સથવારો ફાઉન્ડેશન ગુંદાવાડી દ્વારા પ્રસાદનું આયોજન કરાયું હતું તેમ ત્રંબાથી જી. એન. જાદવે તસ્વીરો મોકલી જણાવ્યું હતું.
(3:06 PM IST)










