<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

બાલભવન રાજકોટ દ્વારા ભૂલકાઓ અર્વાચીના દાંડીયા રાસ માટે

તા.૧ સપ્‍ટે.પી ફોર્મ ભરવાના શરૂ

રાજકોટઃ બાલભવન દ્વારા ૨૨ સપ્‍ટે. થી ૨ ઓક્‍ટો. વચ્‍ચે આવી રહેલ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. અહીં ફક્‍ત બાળકો ઓરકેસ્‍ટ્રાનાં તાલમાં, માતાજીની આરાધના સાથે ગરબી રમે છે. આ વર્ષે પણ સંસ્‍થાના માનદ મંત્રી શ્રી મનસુખભાઈ જોષી અને ટ્રસ્‍ટી શ્રી ડો.અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન) નાં માર્ગદર્શન હેઠળ બાલભવનનાં બાળકો માટેના દાંડિયા રાસની તૈયારી શરૂ કરાઈ છે.

જેમાં ૫ થી ૧૬ વર્ષનાં દરેક બાળકો રાત્રે ૮ થી ૧૧ સુધી ગરબા લેશે. (ગ્રુપ-એ) પ તી ૧૦ વર્ષ અને (ગ્રુપ-બી) ૧૧ થી ૧૬ વર્ષ પ્રમાણે બાળ ખેલૈયાઓ ફોર્મ ભરી શકે છે. સીઝન પાસ ધરાવનાર દરેક બાળકને પ્રિન્‍સ/પ્રિન્‍સેસ જાહેર કરી ઈનામ પૂરસ્‍કાર આપી સન્‍માનીત કરવામાં આવે છે. જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦/૦૯/૨૦૨૫ સુધીની છે. સવારે ૧૧ થી ૧ અને સાંજે ૫ થી ૭:૩૦ દરમિયાન ફોર્મ ભરી શકાશે. તેમ સંસ્‍થાની યાદી જણાવે છે. વાલિઓ માટે ૨ ફ્રી પાસ અપાય છે. છેલ્લા દિવસનો રમવાનો પાસ પણ અપાય છે.(૪૦.૨૯)

(2:03 PM IST)