<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સેક્રેટરી રૂપારેલીયાની ઇ.ચા.આસીટન્‍ટ કમિશનર તરીકે નિમણુક

સ્‍ટેન્‍ડિંગમાં ઠરાવ મંજૂર કર્યા બાદ આજે ઇસ્‍ટઝોનમાં હુકમ કરતા મ્‍યુનિ. કમિશનરઃ ધવલ જેસડીયા ઇન્‍ચાર્જ સેક્રેટરીનો હવાલો

રાજકોટ, તા.૨૬: મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિભાગીય અધિકારીઓની બદલીઓ થઇ રહી છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત મનપાના સેક્રેટરીને પદ ઉપરથી હટાવવામાં આવ્‍યા છે. ગત સ્‍ટેન્‍ડિંગમાં મનપાના સેક્રેટરી એચ.પી. રૂપારેલીયાને પદ ઉપરથી હટાવી કમિશનર વિભાગમાં નિમણુક કરવાની દરખાસ્‍ત મંજૂર કરવામાં આવી હતી. જેનો ઓર્ડર આજ રોજ કરવામાં આવ્‍યો છે. અને હવે સેક્રેટરી એચ.પી. રૂપારયેલીયાને ઇસ્‍ટઝોનમાં ઇ.ચા. સહાયક કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની સેક્રેટરી વિભાગમાં મ્‍યુનિસિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો.એચ.પી. રૂપારેલીયાને જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર મ્‍યુનિસિપલ કમિશનરના તાબા હેઠળની શાખામાં કામગીરી ફાળવવા નિર્ણય કરવામા આવેલ હોઇ, તેમજ મ્‍યુનિસિપલ સેક્રેટરીની જગ્‍યા ધી જી.પી.એમ.સી. એક્‍ટ-૧૯૪૯ હેઠળ સ્‍ટેચ્‍યુટરી પોસ્‍ટ હોઈ, મહાનગરપાલિકાની મ્‍યુનિસિપલ સેક્રેટરીની ખાલી થનાર જગ્‍યાનો ચાર્જ નિયત સત્તા તથા મળવાપાત્ર ચાર્જ એલાઉન્‍સ સહ સુઙ્કત કરવા અંગે જરૂરી ઠરાવ અર્થે, આસિસ્‍ટન્‍ટ સેક્રેટરીએ તા.૨૨ ઓગષ્‍ટના રોજ મળનાર સ્‍થાયી સમિતિ મારફત સામાન્‍ય સભા સમક્ષ અરજન્‍ટ બિઝનેશ તરીકે દરખાસ્‍ત રજુ કરેલ છે. મહાનગરપાલિકાની મ્‍યુનિસિપલ સેક્રેટરીની ખાલી થનાર જગ્‍યાનો ચાર્જ નિયત સત્તા તથા મળવાપાત્ર ચાર્જ એલાઉન્‍સ સહ ડી.એન. જેસડીયા (ડેપ્‍યુટી સેક્રેટરી, (મૂળ શાખા-મહેકમ))ને સુપ્રત કરવા તેમજ તેઓ હસ્‍તકની અન્‍ય કામગીરી માટે જ્‍યાં સુધી અન્‍ય વ્‍યવસ્‍થા ન થાય ત્‍યાં સુધી, મ્‍યુનિસિપલ સેક્રેટરી તરીકેની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે કરવાનું સામાન્‍ય સભાની બહાલીની અપેક્ષાએ મંજુર કરવામાં આવે છે

(3:44 PM IST)