<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટીમાં રવિરાજસિંહે સસરા, સાસુ, સાળા-સાળીને ધોકાથી ફટકાર્યા

દિકરીને તેનો પતિ હેરાન કરતો હોઇ તેણી માવતરે આવતાં માથાકુટ કિંજલ સાથે લવમેરેજ કરનાર આશાપુરાનગરના યુવાનનો પોતાના ઉપર પણ હુમલો થયાનો આક્ષેપઃ પત્‍નિ માવતરે હોઇ પોતે દિકરાને લેવા જતાં ડખ્‍ખો થયાનું કથન

રાજકોટ તા. ૨૬: શહેરના કોઠારીયા રોડ પર તિરૂપતી સોસાયટી-૭માં રહેતાં અરજણભાઇ કાનાભાઇ જળુ (ઉ.વ.૫૫)  પર તેના જમાઇ રવિરાજસિંહ તેમજ સાથેના સુખા સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં બચાવવા માટે પત્‍નિ મુક્‍તાબેન અરજણભાઇ (ઉ.વ.૫૨), દિકરી રૂપલબેન (ઉ.વ.૨૫) અને દિકરો પાર્થ (ઉ.વ.૨૧) વચ્‍ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં ચારેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

અરજણભાઇએ કહ્યુ઼ હતું કે મારી દિકરી કિંજલને તેનો પતિ રવિરાજસિંહ મારકુટ કરતો હોઇ જેથી અમે દિકરી કિંજલને ગઇકાલે માવતરે તેડી લાવ્‍યા હતાં અને તેના પતિ રવિરાજસિંહ વિરૂધ્‍ધ અરજી કરી હોઇ તેનો ખાર રાખી તેણે અમારી ઘરે આવી શુ઼ કામ મારા વિરૂધ્‍ધ અરજી કર્યા, મારી પત્‍નિને શું કામ તેડી ગયા? કહી હુમલો કર્યો હતો.

સામા પક્ષે હુડકો ચોકડી આશાપુરાનગર-૩૬માં રહેતાં રવિરાજસિંહ રઘુવીરસિંહ વાળા (ઉ.વ.૩૬) પણ સારવાર માટે સિવિલમાં દાખલ થયા હતાં. તેણે પોતાના પર સસરા અરજણભાઇ જળુ, સાળી રૂપલબેન, સાળા પાર્થએ પાઇપથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. રવિરાજસિંહ મેટોડા કંપનીમાં નોકરી કરે છે. તેણે કહ્યું હતું કે મેં કિંજલ સાથે લવમેરેજ કર્યા છે અને સંતાનમાં એક દિકરો છે. હું સસરાના ઘરે મારા દિકરાને તેડવા જતાં માથાકુટ કરી હુમલો કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસ સ્‍ટશનમાં બંને એન્‍ટ્રીની નોંધ કરાવી હતી. 

(3:38 PM IST)