તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
કાલાવાડ રોડ રૂડાના ૩ બીએચકેના ૧૨ ફલેટ રદ
એમઆઇજી પ્રકારના આવાસમાં આજદિન સુધી બાકી રહેતી રકમ ભરપાઇ ન કરતા શહેરી વિકાસ સતામંડળની કાર્યવાહી

રાજકોટ તા.ર૬: કાલાવડ રોડ પર રૂડા દ્વારા બનાવવામાં આવેલ MIG પ્રકાર આવાસમાં આજદિન સુધી બાકી રહેતી રકમ ભરપાઈ ન કરતા ૧૨ આવાસધારકોના આવાસો રદ કરવામાં આવ્યા છે.
આ અંગે રૂડાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરી વિકાસસત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત MIG પ્રકારના ટી.પી.૦૯ એફ.પી.૨૦/એ, શિવશક્તિ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,ડેકોરા વેસ્ટ હિલની પાસે, ઇસ્કોન મંદિર પાછ્ળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે.જેમના દ્રારા રૂડાના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે આવાસધારકોને વારંવાર અત્રેની કચેરીએથી જાણ કરવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્વારા રૂડામાં રકમ જમા કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.
જેમાં ફલેટ નં. એ-૨૦૩, એ-૩૦૩, એ-૬૦૪, એ-૭૦૩, એ-૯૦૧, એ-૧૦૦૪, બી-૯૦૨, બી-૯૦૪, બી-૧૧૦૧, સી-૫૦૩, સી-૮૦૩ તથા સી-૮૦૪ નો સમાવેશ થાય છે.(૨.૨૪)
(3:02 PM IST)










