<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સોરઠીયાવાડીમાં કારખાનાની લિફટમાં માથું છુંદાઇ જતાં ૧૮ વર્ષના મહેશ સોલંકીનું મોત

માલવાહક લિફટમાં સામાન લેવા ત્રીજા માળે જતો'તો ત્‍યારે લિફટ બંધ થતાં માથું બહાર કાઢયું તે વખતે જ ચાલુ થઇ ગઇઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા.૨૬: સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા કારખાનાની માલવાહક લીફટમાં માથુ આવી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ સોરઠીયાવાડી પાસે ઝુપડામાં રહેતો મહેશ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૧૮) ગત તા.૨૩ના રોજ સોરઠીયા સર્કલ પાસે આવેલા આકાશ વોચ ટાઇમ નામના કારખાનામાં તેનો ભાઇ કામ કરતો હોઇ તેને મળવા માટે ગયો હતો. બાદ મહેશ પુઠાનો સામાન લેવા માટે માલવાહક લીફટમાં બેસીને જતો હતો ત્‍યારે ત્રીજા માળે અચાનક લીફટ બંધ થઇ જતા જોવા જતા લીફટ અચાનક ચાલુ થઇ જતા મહેશનું માથુ લીફટમાં આવી જતા દેકારો મચાવતા કારખાનામાં કામ કરતા મજૂરો એકઠા થઇ ગયા હતા બાદ તાકીદે મહેશને લીફટમાંથી નીચે ઉતારી મહેશને માથા તથા ગળાના ભાગે ઇજા થઇ હોઇ  સારવાર માટે ગોકુલ હોસ્‍પિટલબાદ વધુ સારવાર માટે તેને વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું ગઇકાલે સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા એ.એસ. આઇ. હરસુરભાઇ ડાંગર સહિતે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક મહેશ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના મોટાભાઇ કારખાનામાં કામ કરતો હોઇ તેથી તે અવાર-નવાર કારખાને બેસવા જતો હતો યુવાનના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.(૨.૨૦)

(2:53 PM IST)