તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
પ્રભુ સાથે નાતો જોડો અને તેને નિભાવો, સંકલ્પ સાથે કરેલી સેવા તમને સફળતા તરફ દોરી જશે
સાધુ વાસવાણી મિશન પૂનાના આધ્યાત્મિક વાડા પૂ.દીદી કિશ્નાકુમારીનું સિંધી ભાષામાં પ્રવચન રુહ રિહાન યોજાયુ : આપણા દરેક કર્મ આપણા દરેક વિચાર અને આપણું મન ચોખ્ખું હોવું જોઈએ, દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે

રાજકોટઃ સાધુ વાસવાણી મિશન પૂનાના આધ્યાત્મિક વડા પૂજ્ય દીદી ક્રિષ્ના કુમારી ત્રણ દિવસ રાજકોટ શહેરની મુલાકાતે પધારેલ. પ્રથમ દિવસે પૂજ્ય દીદી ક્રિષ્ના કુમારીનું સિંધી ભાષામાં પ્રવચન રુહ રિહાના યોજાયું. વિશ્વ વંદનીય સંત પૂજ્ય સાધુ ટી એલ વાસવાણી અને પૂજ્ય દાદા જે પી વાસવાણી ના શાંતિ કરુણા અને જીવ દયાના મંત્રને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરતા પૂજ્ય દીદી એ રાજકોટ સાધુ વાસવાની સેન્ટરના ચેરમેન શ્રી રવિભાઈ ગોગીયા તથા સમગ્ર ગોગીયા પરિવારનો આભાર અને અભિનંદન પાઠવેલ હતા.
તેમણે સિંધી ઉપદેશમાં જણાવેલ હતું કે સિંધી એ આપણી માતૃભાષા છે અને તે માતૃભાષાને ટકાવી રાખવાની જવાબદારી દરેક સિંધી પરિવારની છે બીજી લોકો ભોગીય ભાષાની સાથે સિંધી ભાષા ને ઘરમાં જીવંત રાખવા માટે દરેક માતા-પિતા દાદા, દાદી, નાના, નાની એ પોતાના બાળકોને સિંધી ભાષા શીખવવાની સાથે ઘરમાં સિંધી ભાષામાં બોલ ચાલ નો વ્યવહાર રહે એ અનુરોધ કરેલ હતો સિંધી ભાષા અને સિંધુ સંસ્કૃતિને ટકાવી રાખવાની જવાબદારી એ આપણા સૌની છે. આપણું દરેક કર્મ આપણા દરેક વિચાર તથા આપણું મન ચોખ્ખું હોવુ જોઇએ. દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે હું પોતે જ મારી કિસ્મતનું કર્તાહર્તા અને ક્રિએટર છું તેમ માનવું પ્રભુ સાથે નાતો જોડો અને તેને નિભાવો તો સંકલ્પ સાથેની કરેલી સેવા તમને સફળતા તરફ દોરી જશે.
તેમણે વધુમાં જણાવ્યું આજના મોબાઇલ યુગમાં પ્રાર્થના અને પૂજા પણ ઓનલાઇન મોબાઇલ ઉપર થાય છે નિર્જીવ મોબાઇલ અને જીવંત વ્યક્તિ દ્વારા વ્યક્તિગત ભાવ સાથે કરેલી પૂજામાં ઘણો બધો ફેર છે આજે આપણે પૂજા ઘરમાં આરતી પણ મોઢેથી બોલવાને બદલે મોબાઇલમાં મૂકી દઈએ છીએ એ પ્રાર્થના પ્રભુ સ્વીકાર કરતા નથી .જીવ સાથેનું શિવનું અનુસંધાન ત્યારે જ થાય મનથી સ્વમુખે પ્રાર્થના કરી હોય, પ્રભુ સાથે મિત્ર માતા પિતા સખા નો ભાવ સાથે જ પ્રભુ એ જે આપ્યું છે એમાં ફરિયાદ ન કરો અને જે આપ્યું છે તેનો આભાર માનો .
તેમને સ્ટોપ કમ્પ્લેન અને સ્ટાટે થેન્કિંગના મંત્રને આપતા જણાવ્યું હતું કે ભગવત ગીતા માં સમગ્ર જીવન નું સાર અને ઉપદેશ મળી રહે છે અને નૂરી ગ્રંથ એ દરેક સિંધીને ભગવત ગીતા સમાન છે દરેક સિંધી પરિવારના ઘરમાં પવિત્ર નૂરી ગ્રંથ બિરાજમાન હોવો જ જોઈએ તથા તેની ચોપાઈઓ પણ રોજ વાંચન કરવું જોઈએ સાધુ વાસવાની મિશન દ્વારા સિંધી પરિવારને નુરી ગ્રંથ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને ફરીથી સિંધી સંસ્કૃતિ ભાષાનું મહત્વ સમજાવી અને બીજી ભાષાઓ સાથે સિંધીને બોલીને ટકાવી રાખવાનો ઉપદેશ આપેલ હતો.
રાજકોટ શહેરના ખ્યાતનામ સિંધી વ્યાપારી વર્ગ,પ્રખ્યાત હસ્તીઓ ,થતાં શહેર ના મંદિર અને દરબાર સાહેબ ના સંતો એ દીદીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાધુ વાસવાણી સેન્ટરના ચેર પર્સન શ્રી રવિ બી ગોગીયા , સેક્રેટરી shree મનોહરલાલ બુલચંદાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓ શ્રી બ્રિજ લાલ સોનવાણી શ્રી રાજેશભાઈ મૂલચંદાની શ્રી દેવેન્દ્રભાઈ રેલવાણી તથા બંને સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી મીરાબેન ચૌહાણ ,મિસ સ્વાતી શાષી, મિસિસ કોમલ રાવલ, janhvi mulchandani તથા સહુ સ્ટાફ મેમ્બર્સ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.
(2:37 PM IST)










