તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
કેવડા ત્રીજનું પૂજન

રાજકોટ : આજે ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે મનાવવામાં આવે છે. કુવારીકા અને પરિણીતસ્ત્રીઓ આ વ્રત રાખે છે. જેમાં ફરાળ કરતા પહેલા કે પાણી પીતા પહેલા કેવડાનું ફુલ સુંઘવાનો નિયમ પાળવાનો હોય છે. પરિવારની સુખાકારી માટે રખાતા આ વ્રતમાં સવારે શંકર ભગવાનના મંદિરે ગોરમાનું પૂજન કરી ફળાહાર સાથે શિવનામ સ્મરણ સાથે દિવસ પસાર કરવાનો હોય છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. તસ્વીરમાં રાજકોટના સુપ્રસિધ્ધ શ્રી વિશ્વેશ્વર મહાદેવ અને શ્રી ઉદયેશ્વર મહાદેવ મંદિરે કેવડાત્રીજ નિમિતે ભાવથી પૂજન અર્ચન કરતી બહેનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા
(12:21 PM IST)










