<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

હર હર મહાદેવ... શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની વર્ણાગીનું અકિલાના આંગણે સ્વાગત

ના ગીન કે દેતા હૈ, ના તોલ કે દેતા હૈ, કાશી વિશ્‍વનાથ જીસકો દેતા હૈ, દિલ ખોલ કે દેતા હૈ

રાજકોટઃ શહેરની મધ્‍યે ભીલવાડામાં બિરાજતા શ્રી કાશી વિશ્‍વનાથ મહાદેવજીની દર વર્ષે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે ભવ્‍યાતીભવ્‍ય વર્ણાગી (ફૂલેકુ) નિકળે છે. આ સાથે શ્રી કાશી વિશ્‍વનાથ ભીલ ધૂન મંડળનો ૭૯માં વર્ષમાં પ્રવેશ થયો છે. ભોળાનાથના નિજ મંદિરે આજે મહાપૂજા, આરતી, મહાપ્રસાદ, શ્રૃંગાર દર્શન બાદ રાત્રીના સંતવાણી આરાધક જયદીપભાઇ સોનીનો સંતવાણીનો કાર્યક્રમ યોજાએલ છે. શિવભકતોને જાહેર આમંત્રણ અપાયું છે. દરમિયાન આજે સવારે શ્રી કાશી વિશ્‍વનાદાદાની વર્ણાગી (ફુલેકુ) અકિલાના આંગણે આવી પહોંચતા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા તેમજ અકિલા પરિવારના બહેનો શ્રીમતી ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતિ સ્‍મિતાબેન સુનિલભાઇ રાયચૂરા અને શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા દ્વારા પુષ્‍પહારમાળાથી સ્‍વાગત કરવામાં આવેલ. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 PM IST)