<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે શ્રાવણી મેળામાં લોકો ઉમટી પડ્યાઃ પિતૃ તર્પણ કરી, સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું


રાજકોટઃ ત્રંબા કસ્તુરબાધામના ત્રિવેણી સંગત ખાતે તંબકેશ્વર મહાદેવના સાનીધ્યમાં આજે પવિત્ર શ્રાવણી અમાસનો મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડ્યા હતાં અને પિતૃતર્પણ કરવાની સાથે સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યુ હતુ. જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,  સંતશ્રી મઢીવાળા સ્વામિના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝરમર વરસાદમાં લોકોઍ ત્રિવેણી નદીના કાંઠે આવેલા પીપળે પાણી રેડી પ્રાર્થના કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. ત્રંબાથી જી. ઍન. જાદવે તસ્વીરો મોકલી વિગતો જણાવી હતી. (૧૪.૯)

(3:07 PM IST)