<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

વૃંદાવન સોસાયટીમાં માનસીક બીમારીથી કંટાળી રાજુભાઇનો ફાંસો ખાઇ આપઘાત

માતા બહારથી આવતા પુત્રને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્‍યો

 

 

રાજકોટઃ તા.૨૩: વાવડી પુનીતનગર પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ વૃંદાવન સોસાયટીમાં રહેતા રાજુભાઇ લાલજીભાઇ ધાંધારી (ઉ.વ.૩૫) એ પોતાના ઘરે છતના  હુકમાં ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા બહારથી આવ્‍યા બાદ તેને બોલાવવા જતા રૂમના દરવાજો ખખડાવતા રાજુભાઇએ દરવાજો ન ખોલતા  માતાએ પાડોશીને જાણ કરતા પાડોશીએ દરવાજો તોડતા રાજુભાઇ લટકતી હાલતમાં જોવા મળ્‍યા હતા.બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળપર પહોંચી ઇ.એમ.ટી.પ્રવિણભાઇએ તપાસ કરતા તેનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે  તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા  પોલીસ મથકના પીએસઓ  એ.એસ.આઇ. દિપકભાઇ પંડીતે જાણ કરતા એ.એસ.આઇ એન.એલ. ચાવડા સહિતે સ્‍થળપર પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસની તપાસમાં મૃતક રાજુભાઇ સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા આઠેક મહિના પેહલા પત્‍ની સાથે છૂટાછેડા થયા બાદ તે માનસીક બીમાર રહેતા હતા. તેની છેલ્લા બે મહિનાથી સારવાર ચાલુ હતી. આથી કંટાળી જઇ તેણે આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્‍યું છે. પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. 

(2:27 PM IST)