<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

જીરાવલા પાર્શ્વનાથ જિનાલયે કાલે ૧૪ સ્‍વપ્‍નની ઉછામણી

 

 રાજકોટ, આનંદ મંગલ શ્વે. મૂ. ત. જૈન સંઘ શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય પાટીદાર ચોક, ખાતે શ્રી પર્યુષણ મહાપર્વની સામુહિક ભવ્‍ય આરાધના પાવન નિશ્રાઃ વૈરાગ્‍ય વારિધી પ.પૂ. આ. દેવ. વિ. ભકિતસૂરીશ્વરજી મ.સા. સમુદાયના, ગચ્‍છાધિપતિ પ.પૂ.આ.દેવ.વિ.કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તીની પ.પૂ. સા. જય-હેમ-સુર- પુન્‍યપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્‍યા - પ્રશિષ્‍યા, પ.પૂ.સા.ભ. અપૂર્વરસાશ્રીજી મ.સા., પૂ.સા.ભ. કળતપુન્‍યાશ્રીજી મ.સા. પૂ.સા.ભ. હેતરસાશ્રીજી મ.સા. આદિ ઠાણાનાં સાનિધ્‍યમાં કાલે શ્રી મહાવીર જન્‍મવાંચન, ૧૪ સ્‍વપ્‍નની ઉછામણી સવારે ૯:૩૦ કલાકે યોજાશે. ત્‍યારબાદ બપોરે સ્‍વામી વાત્‍સલ્‍યનું આયોજન કરાયું છે. તેમ પ્રમુખ દિલીપભાઈ દેસાઈ (મો.૭૯૯૦પ૭૦૮૧૧) તથા ટ્રસ્‍ટી મંડળનાં સર્વે વિરેન્‍દ્રભાઈ મહેતા, નરેન્‍દ્રભાઈ શાહ, ગિરીશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, જિનેશભાઈ શાહ, ડો.તેજસભાઇ શાહ તથા યુવક મંડળનાં તમામ ભાઈઓ અને મહીલા મંડળ તથા યંગ લેડી યુવા ગ્રુપના તમામ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. (

(2:25 PM IST)