<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

વડવાજડીમાં ર.૮૦ લાખની ઘરફોડી અને બે બાઇકની ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ત્રિપુટી પકડાઇ.

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ મેટોડા પોલીસે મધ્‍યપ્રદેશની ત્રિપુટીને ઝડપી લઇ સોનાનો ચેઇન, ૧ લાખ રોકડા અને બાઇક, સહિત ર.૬૧ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો

તસ્‍વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર પ્રેસ કોન્‍ફરન્‍સમાં માહિતી આપતા દ્રશ્‍યમાન થાય છે. બાજુની તસ્‍વીરમાં પકડાયેલ તસ્‍કર ત્રિપુટી (નીચે બેઠેલ) સાથે મેટોડા જીઆઇડીસી પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા,. ર૩ : વડવાજડી ગામે દોઢ માસ પૂર્વે ર.૮૦ લાખની મતાની ઘરફોડી અને બે બાઇકની ઉઠાંતરી કરનાર   મધ્‍ય પ્રદેશની ચડ્ડી બનીયાનધારી ત્રિપુટીને મેટોડા જીઆઇડીસી પોલીસે ઝડપી લઇ રિમાન્‍ડ મેળવી પુછતાછ હાથ ધરી છે.

ગઇ તા.૦૯/૦૭/૨૦૨૫ના રાત્રીના મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૧ ની સામે આવેલ જીજ્ઞેશ પાર્ક તા.લોધીકા જી.રાજકોટ ખાતે ફરીયાદી દિનેશભાઇ પ્રેમજીભાઇ વાણીયાના મકાનમાં કેટલા અજાણ્‍યા ચોરોએ પ્રવેશ કરી રોકડ રૂા.૧,૦૦,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૨,૮૦,૦૦૦/-ની ચોરી કરી ભાગતી વખતે બાજુની સોસાયટીમાંથી બે સ્‍પલેન્‍ડર મો.સા.ની ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે મેટોડા જીઆઇડીસી પો.સ્‍ટેફમાં ગુન્‍હો દાખલ થતા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍ય મિલ્‍કત સબંધી ગુન્‍હાના આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા ગોંડલના સુપરવિઝન હેઠળ મેટોડા જીઆઇડીસી પો.સ્‍ટેના પો.ઇન્‍સ. એસ.એચ. શર્માની રાહબરી હેઠળ પોલીસ સ્‍ટાફની અલગ-અલય ટીમોએ ગુન્‍હામાં સંડોવાયેલ ચડ્ડી બનીયાનધારી તસ્‍કર ત્રિપુટી (૧) જીતેન સોમસિંગ ચોૈહાણ ધંધો.ખેત મજુરી રહે.ફુલડા ગામ તા.કુંકાવાવ જી.અમરેલી મુળ રહે.બીડ ગામ મધ્‍યપ્રદેશ, (ર) જોહરૂ ધનસિંગ બામણીયા, ધંધો.ખેતમજુરી રહે.સુરજી નેસડાગામ, મનાભાઇ પટેલની વાડીએ ટંકારા મુળ રહે. દેહાકુંડગામ મધ્‍યપ્રદેશ તથા (૩) મહેન્‍દ્રસિંહ ભોવાનસિંહ મહેડા ધંધો.ખેત મજુરી રહે.છટવાની ગામ રાજય- મધ્‍યપ્રદેશને સોનાના ચેઇન, રોકડ રૂા.૧ લાખ તથા બાઇક મળી ૨.૬૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ ચડ્ડી બનીયાનધારી તસ્‍કર ત્રિપુટી સામે મધ્‍યપ્રદેશમાં ૪ થી ૮ ગુન્‍હાઓ નોંધાયા છે.

 આ કામગીરી મેટોડા જીઆઇડીસી પો. સ્‍ટે.ના પોલીસ ઇ. એસ. એચ. શર્મા, એ. એસ. આઇ. મયુરસિંહ અનિરૂધ્‍ધસિંહ, પો. હેઙ કો. યોગીરાજસિંહ અજયસિંહ, હરેશભાઇ કરશનભાઇ, જસમતભાઇ આંબાભાઇ, પો. કો. રાજદીપસિંહ શુભરાજસિંહ, રવુભાઇ ટપુભાઇ, શકિતસિંહ પ્રહલાદસિંહ, નિતીનકુમાર ધીરજીભાઇ તથા સુભાષભાઇ લાભુભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:48 PM IST)