તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
ન્યારી-૧ ડેમ ૭૦ ટકા ભરાતા ચેતવણી જારી : નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં
લોધીકાના હરિપર પાળ તથા રાજકોટના વેજા ગામ ઉપરાંત ખંઢેરી, ઈશ્વરીયા, વડવાળી વાજડી, ખંભાના, ન્યારા, પડધરી, સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના .

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલો ન્યારી -૧ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે. આથી ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે કે, આ યોજના પૂર્ણ ભરાતા રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં.
લોધીકાના હરિપર પાળ તથા રાજકોટના વેજા ગામ ઉપરાંત ખંઢેરી, ઈશ્વરીયા, વડવાળી વાજડી, ખંભાના, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરઘડી, ગઢીવાળી વેજડી, વેજાગામ (વાજડી), વાજડી (વીરડાવાળી) ગામો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમ હાલ ૧૦૩.૨૫ મીટર ભરાયેલો છે.
(9:59 PM IST)










