તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
ભીલવાડામાં ૯૯ વર્ષ પુરાણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીના સાનિધ્યમાં કાલે ભક્તિ, ભોજન, ભજનનો ત્રિવેણી સંગમ
શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળનો ૭૯માં વર્ષમાં પ્રવેશઃ વર્ણાગી (ફુલેકુ), આરતી, મહાપ્રસાદ બાદ જયદીપ સોની સંતવાણી પીરસશેઃ શિવભક્તોને જાહેર આમંત્રણ

રાજકોટઃ શહેરની મધ્યે બિરાજતા ૯૯ વર્ષ પુરાણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનાં સાનીધ્યમાં ભક્તિ, ભોજન, ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે.
શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળ, ભીલવાસમાં ૭૮ વર્ષથી ખુબ જ સુંદર રીતે શિવજીની સેવામાં ચાલી રહ્યું છે. આ શ્રાવણ વદ અમાસને ૨૩ ઓગષ્ટને શનિવારે ધુન મંડળની ૭૯મી વર્ષગાંઠ છે તેની ઉજવણી પ્રસંગે દર વર્ષની જેમ ધુન મંડળના તમામ સભ્યો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં વહેલી સવારે ૪:૩૦ કલાકે મહાપૂજા, સવારુે ૯ કલાકે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની વર્ણાગી (ફુલેકુ)નો રૂટ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી શરૂ થઈને જયશ્રી રોકડીયા હનુમાનજી મંદિર, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, હરિહર ચોક, ફુલછાબ ચોક થઈને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે ૧૧ફ૩૦ કલાકે પૂર્ણાહુતી, બપોરે ૧૨ કલાકે મહાઆરતી રાખેલ છે. ત્યારબાદ સર્વે ભક્તજનો, સર્વે માનવંતા મહેમાનો તેમજ સર્વે સચ્યો સાથે મળીને મહાદેવજીના મહાપ્રસાદનો લાભ લેશે. અને સાંજે ૬ કલાકે શ્રૃંગાર દર્શન, સાંજે ૭ કલાકે મહાઆરતી અને રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ જેમાં સુપ્રસિધ્ધ સંતવાણી આરાધક શ્રી જયદીપ સોની એન્ડ ગ્રુપ દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવશે. ધર્મપ્રેમી જનતાને શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના તમામ સભ્યો દ્વારા આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના સભ્યો નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)(૪૦.૨૩)
(3:49 PM IST)










