તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
ડીસીપી ક્રાઇમ તરીકે ચાર્જ સંભાળતા યુવા જોશીલા અધિકારી જગદીશ બાંગરવાઃ ક્રાઇમ બ્રાંચની ટીમોએ આપી શુભેચ્છાઓ

રાજકોટઃ શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચના ડીસીપી તરીકે નોંધપાત્ર અને પ્રશંસનીય ફરજ બજાવનારા ડો. પાર્થરાજસિંહ ગોહિલની બદલી થતાં તેમના સ્થાને ડીસીપી ઝોન-૨ તરીકે ખુબ જ નોંધપાત્ર કામગીરી બજાવી ચુકેલા ડીસીપી જગદીશ બાંગરવાને જવાબદારી સોંપવામાં આવી છે. આજે વિધીવત રીતે ક્રાઇમ બ્રાંચના ડીસીપી તરીકેનો ચાર્જ શ્રીજગદીશ બાંગરવાએ સંભાળી લીધો છે. તેમને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એસીપી સાયબર ક્રાઇમ ચિંતન પટેલ, પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, આર્થીક ગુના નિવારણ સેલના પીઆઇ કે. જે. કરપડા તેમજ તમામ પીએસઆઇ સહિતની ટીમોએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ગુનાખોરીને ડામવાની કામગીરી શહેર ક્રાઇમ બ્રાંચ કરી રહી છે તેને આગળ ધપાવવામાં આવશે અને ટીમોને વધુ ને વધુ સક્રિય બની ગુનાહિત પ્રવૃતિઓ સામે કડક હાથે કામ લેવા કાર્યરત કરાશે તેમ ચાર્જ સંભાળતી વખતે શ્રી બાંગરવાએ કહ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:40 PM IST)










