તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
રાજકોટને ૭ નવી એસી બસોઃ સાંસદ-ધારાસભ્યોની લીલીઝંડી

રાજકોટઃ રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવીન ૭ એ.સી. પ્રીમીયમ લકઝરી બસને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મહાનુભાવોએ શાષાોકત વિધિથી બસનું પૂજન કર્યુ હતું. તેમજ બસનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે.બી. કલોતરા, ડેપો મેનેજર એન.વી. ઠુમ્મર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહયા હતા. એસ.ટી. નિગમ દ્વારા ૧૦૦ એ.સી. પ્રીમિયમ લકઝરી બસ મુસાફરોની સેવામાં મુકવાનું આયોજન છે, જે પૈકી હાલમાં ૭ બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. આગામી ટુંક સમયમાં અન્ય રપ-૩૦ જેટલી એ.સી. બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવશે.
(3:38 PM IST)










