તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોક સુધીનો રાજમાર્ગ પ.૮૧ કરોડના ખર્ચે ટનાટન બનશે
મનપાની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં વિવિધ વિકાસકામોના રૂા. ૬૩.૧૧ કરોડ મંજુર : ઇકલી સંસ્થા સાથે એમઓયુ, શીતલપાર્ક વિસ્તારમાં કપાતગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવવા તથા બગીચા શાખામાં કોન્ટ્રાકટ આપવા સહિતની ૩ દરખાસ્ત પેન્ડીંગ : વોર્ડ નં. ૪ માં મનપાની શાખાનું બિલ્ડીંગ જીલ્લા શિક્ષણાધીકારીને સોંપવા, ચોમાસામાં ખાડા પુરવા, વોર્ડ નં.૬ માં ડામરકામ સહિતની પ૧ દરખાસ્તોને લીલીઝંડી


મંજુર...મંજુર...મંજુર : મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં વિવિધ વિકાસ કામોના ૬૩.ર૧ કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, દક્ષાબેન વિરાણી, રૂચીતાબેન જોશી, જયોત્સના ટીલાળા, ભારતીબેન પરસાણા, મંજુબેન કુંગશીયા, બીપીનભાઇ બેરા, દેવાંગ માંકડ, હાર્દિક ગોહેલ, નેહલ શુકલ, નરેન્દ્રસિંહ વાઘેલા તથા ડેપ્યુટી કમિશનર મનિષ ગુરવાની તેમજ સેક્રેટરી હરીશ રૂપારેલીયા સહીતના અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૩૨)
રાજકોટ, તા., ૨૨ : શહેરના રસ્તા પર ચાલુ વર્ષે પડેલા ખાડાઓથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે આજે મળેલ મનપાની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋુતુમાં જેટ પેપર મશીનથી રસ્તા પરના ખાડા ૧.૯૦ કરોડના ખર્ચે રીપેર કરવા તથા વોર્ડ નં. ૬ માં વિવિધ વિસ્તારના રસ્તાઓ ૪.પ૮ કરોડના ખર્ચે ડામરથી મઢાશે તથા સામેકાંઠાના હાર્દસમા અને ધમધમતા વોર્ડ નં. પ માં આવતા પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો કુવાડવા રોડને પ.૮૧ કરોડના ખર્ચે ડામર કરવા સીહતની પ૩ દરખાસ્તોના વિવિધ વિકાસકામોના રૂા. ૬૩.ર૧ કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જયારે અગાઉની ૩ દરખાસ્તો ફરી પેન્ડીંગ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટી મીટીંગ આજે બપોરે ૧ર કલાકે સ્ટેન્ડીંગ કમીટી કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં પ૩ દરખાસ્ત અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની વિગતો આ મુજબ છે.
કુવાડવા રોડ પ.૮૧ કરોડના
ખર્ચે ડામરથી મઢાશે
રાજકોટ મહાનગર પાલીકાના વોર્ડ નં.પ માં કુવાડવા રોડને ડામર રીકાર્પેટ કરવાના કામે જીએસટી સહીત કુલ રૂા. પ,૬૮,૯૦,૦૦૦ નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે આશરે ૪૮૬૦૦ ચોરસ મીટરમાં ડામર રીકાર્પેટ તથા ૧૩,પ૦૦ ચોરસ મીટરમાં પેવીંગ બ્લોક કરવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે.
ઇ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતા જે અન્વયે નિયત સમય મર્યાદામાં ૬ બિડર્સએ ઓનલાઇન બીડ સબમીટ કરેલ.
ઉકત વિગતે એલ-૧ એજન્સીઓ દ્વારા ર.રપ ટકા વધુ ભાવ રજુ કરવામાં આવેલ.
આ કામથી હજારો વાહન ચાલકોને ખાડા ખબચડામાંથી મુકિત મળશે.
૩ દરખાસ્ત પેન્ડીંગ
અગાઉ સ્ટેન્ડીંગમાં રહેલ ઇકલી સાથે એમઓયુ, શીતલ પાર્ક વિસ્તારમાં કપાતગ્રસ્તોને વૈકલ્પીક વળતર આપવા તથા બગીચામાં કોન્ટ્રાકટ આપવા સહિતની ૩ દરખાસ્તો આજે મળેલ સ્ટેન્ડીંગમાં ફરી પેન્ડીંગ રાખવા કમીટીએ નિર્ણય કર્યો હતો. આ દરખાસ્ત અંગે વિસ્તૃત માહીતી આપતા સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ઇકલી સંસ્થા સાથે એમઓયુની દરખાસ્તમાં પાંચ કોર્પોરેટરો તથા ડેપ્યુટી કમિશનરો સહિત કુલ ૭ સભ્યોની કમીટી બનાવવામાં આવી છે. જેમાં મનીષભાઇ રાડીયા, અશ્વિન પાંભર, જયોત્સનાબેન ટીલાળા, રૂચીતાબેન જોશી, સુરેન્દ્રસિંહ વાળા તથા ડે. કમિશ્નર ચેતન નંદાણી, હર્ષદ પટેલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વૈકલ્પીક જગ્યા ફાળવવાની તથા બગીચાની જાળવણીનો કોન્ટ્રાકટની દરખાસ્ત વધુ અભ્યાસે પેન્ડીંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત આજની દરખાસ્તોમાં આર્ટ ગેલેરીના સુધારાભાવ, વોર્ડ નં. ૪ માં પાર્ટી પ્લોટ, મીહલા હોકર્સ ઝોન બનાવવા, ચોમાસામાં ૧.૯૧ કરોડના ખર્ચે ખાડા પુરવા સહિતના વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા છે.
(3:36 PM IST)










