<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

વોર્ડ નં.૦૪માં પાર્ટી પ્‍લોટ ડેવલપ કરાશેઃ રૂા.પ.૪૭ કરોડને લીલી ઝંડી

 

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં રૂા.૨૫.૯૮ લાખના ખર્ચે નાકરાવાડી ખાતે હયાત વે-બ્રીજ રૂમ લંબાવવાનું અને નવી સિકયુરિટી કેબીન બનાવવાનું કામ,રૂા.૪.૦૬ કરોડના ખર્ચે ટી.પી. સ્‍કીમ નં.૧૨ માં એફ.પી. નં.૯૪-૯૫, મધુવન મેઇન રોડ, એચ.પી. પેટ્રોલ પમ્‍પની પાછળ પાર્ટી પ્‍લોટ ડેવલપ કરવાનું કામ, રૂા.૬૪.૪૩ લાખના ખર્ચે ટી.પી. સ્‍કીમ નં.૧૩માં ૮૦' રોડ પાસે આવેલ ભોલેનાથ રેસીડેન્‍સી રોડ પર મહિલાઓ માટે હોકર્સ ઝોન બનાવવાનું કામ તથા રૂા.૪૯.૯૯ લાખના ખર્ચે ટી.પી. સ્‍કીમ નં. ૧૪, ૧૭, ૧૮ માં નવી બનતી સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ, આમ કુલ મળી  રૂા. ૦૫.૪૭ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

          ઉક્‍ત કામ મંજુર કરવા બદલ માન.મેયરશ્રી તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટરશ્રી કાળુભાઇ કુંગશીયા, પરેશભાઇ ડી. પીપળીયા તથા કંકુબેન ઉધરેજા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:34 PM IST)