News of Friday, 22nd August 2025
વોર્ડ નં.૦૨માં ભુગર્ભ ગટર ફરીયાદ નિવારણ સ્ટોમ વોટર ડ્રેઇન લાઇન નખાશે

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં રૂા.૧૬.૮૯ લાખના ખર્ચે પ્રાઈવેટાઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાનું કામ તથા રૂા.૫૨.૬૭ લાખના ખર્ચે મોચીનગર - ૨ માં સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન નાખવાનું કામ, આમ કુલ મળી રૂા. ૬૯.૫૬ લાખના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:33 PM IST)










