તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
જાણેલું અધૂરું સત્ય, અપાર દુઃખ આપી જાય છેઃ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.
ગિરનારે પરમ ગુરૂદેવે મનના વિચારોનું પ્રતિક્રમણનો પરમ હિતકારી બોધ પ્રસરાવી પાપમુક્તિનો માર્ગ દર્શાવ્યો

રાજકોટ, તા.૨૨: વિચારોના પ્રતિક્રમણ સાથે મનનું શુદ્ધિકરણ કરીને આખો સંસાર જીતી જવાની પાવન પ્રેરણા પ્રસારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ગિરનાર ધરા પર પર્યુષણ મહાપર્વના તળતીય દિવસ પર દર્શાવેલા પાપમુક્તિના માર્ગને પામીને ભારતના ખૂણે ખૂણેથી જોડાએલાં ભાવિકોની સાથે વિદેશના ૧૦૦થી વધુ દેશોના ભાવિકો જોડાયા હતા.
સેકન્ડમાં લાખમાં ભાગમાં એક નાનકડો વિચાર પ્રગટાવીને જીવની આખી ભવ પરંપરાને બદલાવી નાખનારા એવા જગતના સૌથી પાવરફુલ એવા અંતરમનને જીતે તે આખો સંસાર જીતી જાય અને મનને જે હારે તે આખો સંસાર હારી જાય છે. મન બગડે તો ક્ષણમાં જીવ દુર્ગતિગામી બની જાય, મન શુદ્ધ થાય તો ક્ષણમાં જીવ મોક્ષગામી બની શકે.
એવા મનને જીતી જવાનો, મન પર કંટ્રોલ કરવાનો સર્વોત્તમ ઉપાય પરમાત્માએ દર્શાવ્યો છે, ગુરુમુખેથી ગ્રહણ કરેલી પ્રતિજ્ઞા. ગુરુ પરમાત્માના શરણમાં શરણાધિન બનીને પ્રતિજ્ઞા ગ્રહણ કરનારાનો અહંકાર તૂટી જાય, અંદરની ઈચ્છાઓ છૂટી જાય.
જે મનનું પ્રભુ ચરણમાં ઈચ્છાવિહીન ન-મન થઈ જાય તેનું મન, પરમાત્માના મન સાથે એકાકાર બની જાય. એ મન પરમાત્માની જેમ નિર્ભય બની જાય. જે સરન્ડર હોય પ્રભુ શરણે તેને કોઈ ડર ન હોય.
પરમાત્મા કહે છે, પ્રભુ ચરણમાં શરણાધિન હોય તેને કોઈ ભય ન હોય, જેને ભય હોય તે પ્રભુ શરણમાં શરણાધિન ન હોય. ભગવાનથી અને ભગવાનના ગુણોથી દૂર લઈ જનારું તત્ત્વ તે ભય હોય. માટે જેને ભગવાનની સમીપ જવું હોય, જેને ભગવાન બનવું હોય તેને ભયમુક્ત બનવું પડે.
પરમ ગુરુદેવના આવા સદબોધ સાથે આ અવસરે અંતર મનમાં ચાલતાં વિચારોને શાંત કરવાની પ્રેરણા આપતાં અનોખા લાઈવ પ્રયોગ અને પ્રેરણાત્મક નાટિકા સંગ્રામ સે સિદ્ધિના અદભૂત દ્રશ્યોએ પ્રતિજ્ઞાના સંગે કલ્યાણનો યોગ પામી લેવાની પ્રેરણા પામી સહુના અંતર મનને જાગળત કરી દીધાં હતાં.
હૃદયધરાને ઢંઢોળી દેનારા આવા કાર્યક્રમોમાં ભીંજાઈ ધન્ય બની રહેલા હજારો ભાવિકોની સાથે રાત્રિના સમયે આયોજિત ગ્લોબલ પર્યુષણ અંતર્ગત પરમ ગુરુદેવના શ્રીમુખેથી વહેતી કલ્યાણકારી પ્રવચનમાળા અને મધુર ભક્તિ સ્તવનામાં વિદેશના અનેક દેશોમાં સ્થાપિત પારસધામ સેન્ટર્સ સાથે જોડાએલાં હજારો એન.આર. આઈ. ભાવિકો આત્મબોધ પામી અંતરશુદ્ધિ કરી રહ્યાં છે.
અંતરશુદ્ધિના આ અવસરોમાં પધારવા ચાતુર્માસ લાભાર્થી માતુશ્રી કાશ્મિરાબેન કાંતિભાઈ શેઠ પરિવાર સહુને ભાવથી આવકારી રહ્યાં છે.
(2:49 PM IST)










