તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
વિમલનાથ સ્વામી જૈન દેરાસરે પક્ષાલ, પ્રભાવના, ત્રણેય પરમાત્માની આંગી, આરતીનું આયોજન
પૂ.આ.ભ.શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા બહેનોનું પ્રતિક્રમણ અને ભાઈઓનાં પ્રતિક્રમણની વ્યવસ્થા

રાજકોટ, તા.૨૨: પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી જયશેખર સૂરીશ્વરજી મ.સા. આદી ઠાણાની પ્રેરણાથી બલસાણા તિર્થ સ્વરૂપ શ્રી વિમલનાથ સ્વામિ જૈન દેરાસરમાં શ્રી મહાપર્વાધિરાજ પર્યુષણ પર્વનાં ત્રીજા દિવસે શુક્રવાર તા.૨૨ નાં સવારે ૬:૩૦ કલાકે બોલી બોલીને પક્ષાલનો આદેશ આપવામાં આવેલ લાભાર્થી પરિવાર નયનાબેન પરેશભાઈ શાહ.
આજના દિવસની પ્રભાવનાનાં લાભાર્થી પરિવાર શિલાબેન સુરેશભાઈ શાહ પરિવાર (ભાડલાવાળા). બહેનોનું પ્રતિક્રમણ સાંજે ૭ કલાકે શ્રીમતી સાધનાબેન વિપુલભાઈ દોશીઃ એ-૨૧, એફીલ ટાવર, શ્રી વિમલનાથ જિનાલયની સામે. (મો.૯૭૧૨૩ ૪૩૦૧૯), જ્યારે ભાઈઓનું પ્રતિક્રમણ સાંજે ૬ કલાકે શ્રી કાલાવાડ રોડ જૈન દેરાસર, જય પારસધામ, ખાતે ઉપરના ઉપાશ્રય હોલમાં રાખેલ છે. રાત્રે ૯ કલાકે ત્રણેય પરમાત્માની આંગી અને આરતીનો લાભ લેનાર લાભાર્થી શિલ્પાબેન સુનિલભાઈ ટોળીયા પરિવાર છે. જિનાલય સુશોભનનો લાભ લેનાર પરિવાર દિપ્તીબેન મુકેશભાઈ દોશી પરિવાર (સિલ્વર હાઈટ) છે.
તેમ વિપુલભાઈ દોશી કન્વીનર, સહકન્વીનરઃ હરેશભાઈ બાખડા, જસ્મીનભાઈ દોશી, હર્ષવદનભાઈ શાહ, હિતેનભાઈ મહેતા, કપિલભાઈ જસાણી, ફિરોજભાઈ મહેતા, અનિલભાઈ જસાણી, દર્શિતભાઈ મહેતા, અશ્વિનભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ દોશી ની યાદી જણાવે છે. (રર.૧૭)
(2:48 PM IST)










