<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાજયના અન્‍ય જીલ્લાઓની સરખામણીમાં આ વર્ષે રાજકોટ

શહેર જીલ્લામાં વરસાદની ઘટઃ ૫૦ ટકા ઓછી મહેર : ગયા વર્ષે ૪૭ ઇંચ પાણી પડયું હતું: આ વખતે માત્ર ૧૮ાા ઇંચ થયો છેઃ ૧૦ વર્ષની સરેરાશ ૩૫ ઇંચની છે...

રાજકોટ તા.૨૧: રાજ્‍યભરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જ્‍યાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદ ૭૫્રુથી વધુ નોંધાયો છે, ત્‍યાં રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ પણ મેઘમહેરની પ્રતીક્ષા થઈ રહી છે. આ વર્ષે સરેરાશ દસ વર્ષની સરખામણીએ રાજકોટ જિલ્લામાં માત્ર ૫૫% જેટલો જ વરસાદ નોંધાયો છે, જે અન્‍ય વર્ષોની સરખામણીએ ૫૦% થી પણ ઓછો છે.રાજકોટ જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશે જણાવ્‍યું કે છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં સરેરાશ ૨ થી ૫ ઇંચ જેટલો વરસાદ પડ્‍યો છે. આ વરસાદથી જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની આવક થઈ છે, અને સૌરાષ્‍ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ, ભાદર ડેમ પણ ૭૫% જેટલો ભરાઈ ચૂકયો છે. બાકીના મોટાભાગના ડેમો પણ ઓવરફ્‌લો થઈ ગયા છે.

છેલ્લા દસ વર્ષની સરેરાશ ૮૭૮ પ્‍પ્‍ વરસાદની સરખામણીમાં આ વર્ષે અત્‍યાર સુધી માત્ર ૪૬૫ પ્‍પ્‍ વરસાદ જ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે રાજકોટ જિલ્લામાં ૧૧૭૬ પ્‍પ્‍ વરસાદ નોંધાયો હતો, જે દર્શાવે છે કે આ વર્ષે વરસાદની ઘટ સ્‍પષ્ટપણે જોવા મળી રહી છે.(

(2:05 PM IST)