તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st August 2025
રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી પર ફાયરીંગનો પ્લાન નિષ્ફળ જતા રીબડા પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરાવ્યું'તું
૭ વર્ષ પુર્વે રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકુટમાં રાજદીપસિંહ અને પિન્ટુએ મારકુટ કરતા તેનો ખાર રાખી ફાયરીંગ કરાવ્યાની રિમાન્ડ પર રહેલા હાર્દિકસિંહની કબુલાત

રાજકોટ, તા., ર૧ : રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવવાના પ્રકરણમાં પાંચ દિ'ના રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા રે. મુળ અડવાળ એ રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી ઉપર ફાયરીંગનો પ્લાન નિષ્ફળ જતા રીબડા પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરાવ્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. ૭ વર્ષ પુર્વેની માથાકુટમાં રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીએ મારકુટ કરતા તેનો ખાર રાખી ફાયરીંગ કરાવ્યાની કેફીયત આપી છે.
રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાનો ગોંડલ તાલુકાના પી.આઇ. અજીતસિંહ પરમાર તથા ટીમે સુરત જેલમાંથી હાર્દિકસિંહ જાડેજાનો કબ્જો લઇ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરતા કોર્ટે હાર્દિકસિંહને પાંચ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
દરમિયાન રિમાન્ડ પર રહેલ હાર્દિકસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે, તેને આજથી ૭ વર્ષ પહેલા રાજકોટના રાજુ રૂપમના પુત્ર જય પોપટ સાથે ઝઘડો થયો હતો અને આ મેટરમાં રીબડાના રાજદીપસિંહ જાડેજા તથા પિન્ટુ ખાટડી અને જય પોપટ વિગેરેએ તેને દોઢસો ફુટ રીંગ રોડ ઉપર સમાધાનના બહાને બોલાવી માર માર્યો હતો. તે જ દિવસે હાર્દિકસિંહ ઉપર તલવાર અને ધોકા વડે હુમલો થયો હતો અને આ હુમલો રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડીએ કરાવ્યાની હાર્દિકસિંહને પાકી ખાત્રી હતી. આ હુમલા અંગે હાર્દિકસિંહે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પણ તેમાં રાજદીપસિંહ કે પિન્ટુ ખાટડીના નામ ન હતા. જેનો ખાર રાખી હાર્દિકસિંહ રોષે ભરાઇ થોડા સમય પહેલા રીબડામાં રાજદીપસિંહ ઉપર ફાયરીંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અને પોતે રીબડા પણ ગયો હતો. પરંતુ આ પ્લાન સફળ રહયો ન હતો. ત્યાર પછી રાજકોટમાં પિન્ટુ ખાટડી ઉપર ફાયરીંગ કરાવવા પોતાના સાગ્રીતોને મોકલ્યા હતા. પરંતુ પ્લાન પણ નિષ્ફળ જતા અંતે રીબડામાં પેટ્રોલ પર ફાયરીંગ કરાવ્યું હતું.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી ઉપર ફાયરીંગના પ્લાન વખતે અલગ અલગ ભાડુતી આરોપીઓ હતા. જયારે પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ વખતે અલગ આરોપીઓ હતા. પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરનાર અને મદદગારી કરનાર ચારેય આરોપીઓ અગાઉ પકડાઇ ગયા છે. આ આરોપીઓને હથીયાર અને બાઇક સપ્લાય કરનાર હાર્દિકસિંહના સાગ્રીતોના નામ જાણવા ગોંડલ તાલુકાના પીઆઇ અજીતસિંહ પરમાર તથા પીએસઆઇ રાજદીપસિંહ જાડેજાએ રિમાન્ડ પર રહેલા હાર્દિકસિંહની વધુ પુછતાછ હાથ ધરી છે.(
(11:57 AM IST)










