તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
ગવરીદડમાં વાડીએ બાર વર્ષનો સુનિલ બેભાનઃ મોત
ખેત મજૂરી કરતાં છોટાઉદેપુરના પરિવારે એકનો એક દિકરો ગુમાવ્યોઃ મૃત્યુનું કારણ અકળ

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પર આવેલા ગવરીદડ ગામે ડાયાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ છોટાઉદેપુરના મડાભાઇ રાઠવાનો દિકરો સુનિલ (ઉ.વ.૧૨) સવારે વાડીએ એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સુનિલ બે બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતાં. આ પરિવાર છોટાઉદેપુરથી થોડા દિવસ પહેલા જ અહિ મજૂરી કરવા આવ્યો હતો. મોતનું કારણ જાણવા તબિબે વિસેરા લઇ ફોરેન્સીક લેબમાં મોકલ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:51 PM IST)










