તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
મણિયાર જૈન સંઘમાં ‘ધ્રુવસેન મહારાજા' દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના વધામણા
પૂ.મુનિરાજશ્રી મનકચંદ્ર મ.સા. આદિઠાણા તથા સકલ સંઘની ઉપસ્થીતીમાં અનોખો કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ પહેલાના કાળમાં પર્યુષણ પર્વ આવે એની પૂર્વએ પર્વના વધામણા થતા કાળક્રમે એ વાત વિસરાઇ ગઇ એ પ્રસંગને ફરીથી જાગૃત કરવાના પ્રયાસરૂપે આપણે જેમના શાશનમા છીએ જે પરમાત્માનો આપણા સોૈ પર અગણિત ઉપકાર છે એ શાલન પતિ વીર પ્રભુના શાસનમાં ‘ધ્રુવસેન મહારાજ' દ્વારા શ્રી મણિયાર જૈન સંઘના- અંતરના ઉત્કૃષ્ઠ ભાવથી ધ્રુવસેન મહારાજાએ મૈત્રીની વડી કરૂણાની મશાલ- અહિંસાના નાદ સાથે સકલ સંઘ સમણ- પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આલબેલ થી ગુરૂભગવંતને સકલ સંઘને ધર્મ આરાધના કરાવવા અને તપની હેલી દ્વારા આત્મસુધ્ધિ કરાવવા માટે નમ્ર ભાવે પ્રણામ સહ વિનંતી કરેલ અને સકલ સંઘે આ પ્રસંગને અક્ષતથી વધાવી. ગુરૂ ભગવંતોને પર્યુષણ આરાધના કરાવવા માટે વિનંતી કરેલ.
ચાર્તુમાસ દરમ્યાન ગણધર તપ, અઠમ તપના તપસ્વીઓનું ૧૦ ગ્રામ ચાંદીની ગીનીથી મણીયાર જૈન સંઘ દ્વારા બહુમાન કરવામાં આવેલ.
ધ્રુવસેન મહારાજા-મહરાણી બનવાનો ઉત્તમ લાભ મનીષભાઇ પારેખ -ભાવનાબેન પારેખે લીધેલ અને તેઓએ અંતરના ભાવથી પર્યુષણના વધામણા કરેલ.
તપસ્વીઓના બહુમાન કરવાનો લાભ અયોધ્યાપુરમ તીર્થના મેનેજીંગ ટ્રસ્ટી જયંતભાઇ મહેતા-પરિવારે લીધેલ. અને તેમના પરિવારવતી કેતનભાઇ કોઠારી તથા નિકિતાબેને તપસ્વીઓનું બહુમાન સકલ સંઘની ઉપસ્થિતિમાં કરેલ.
આ પ્રસંગે શ્રી મણીયાર જૈન સંઘના કન્વીનર અરૂણભાઇ દોશી, સેક્રેટરી કીરીટભાઇ સંઘવી, દિપકભાઇ તથા ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહેલ.
(3:13 PM IST)










