<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા

માંસ, મટન, મચ્‍છી તથા ચિકનના વેંચાણ ઉપર તા.૨૦ થી ૨૮ પ્રતિબંધઃ મ્‍યુ.કમિશનરનું જાહેરનામુ

રાજકોટ તા.૧૯: કાલે તા.૨૦ થી ૨૮ ના રોજ ‘‘પર્યુષણ પર્વ'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્‍છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ-૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી

(4:08 PM IST)