News of Tuesday, 19th August 2025
નવલનગરમાં એ.એસ.આઈની તૈયારી કરતા યોગીતાબાનો આપઘાત
અગાઉ પરિક્ષામાં નાપાસ થયા બાદ ચીંતામાં યુવતીએ પગલુ ભર્યુઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા.૧૯: મવડી મેઈન રોડ પર નવલનગરમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરસ લેતા પરિવારમાં શોક યાપી ગયો છે.
મળતી વિગત મુજબ નવલનગર શેરીનં.૩માં રહેતા યોગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.૨૭) એ પોતાના ઘરે પંખા સાથે લુંગી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. માતા તેને બોલાવવા જતા રૂમનો દરવાજો ખખડાવતા પુત્રીએ દરવાજો ન ખોલતા તેણે બારીમાં જોતા પુત્રીને લટકતી જોઈ દેકારો મચાવતા પરિવારજનો દોડી આવ્યા હતા. બાદ દરવાજો તોડી યુવતીને નીચે ઉતારી જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઈ.એમ.ટી. બાબુભાઈ વાળાએ તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઈ. એચ.ટી. પરમાર સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.
મૃતક યોગીતાબા બે બહેનમાં મોટા હતા તેના પિતા સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તે બે વર્ષથી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા હતા. અગાઉ એ.એસ.આઈની પરિક્ષામાં તેને પગમાં ફ્રેકચર હોવાના કારણે દોડી ન શકતા નાપાસ થયા બાદ સરકારી નોકરી નહી મળતા તે ચીંતામાં રહેતા હોઈ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે.
(2:38 PM IST)










