તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Tuesday, 19th August 2025
હોમગાર્ડનો યુનિફોર્મ શિસ્ત - સમર્પણ અને સેવાભાવનાનું પ્રતિક છે
રાજકોટ હોમગાર્ડ્સ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી : મુખ્યમંત્રી ચંદ્રકો અને સન્માનપત્રો એનાયત કરાયા

રાજકોટ : તાજેતરમાં રાજકોટ શહેર હોમગાર્ડ દ્વારા પર્ણકૂટી પોલીસ ચોકી ગ્રાઉન્ડ (ટાગોર પટ્ટ) ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન અને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ શ્રી કેતનકુમાર કાનાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોમગાર્ડ્સના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની ભાવનાને બિરદાવી હતી.
શ્રી કાનાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં શ્રી કાનાણીનું શ્રી રમેશભાઈ મૈયડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઉત્તર અને પૂર્વ ઝોનના ઝોન અધિકારી શ્રી જે. ડી. વ્યાસનું ડી.એમ. વ્યાસભાઈ દ્વારા, પヘમિ ઝોનના ઝોન અધિકારી શ્રી એસ.એફ. ખફીફનું આર. આર. વૈષ્ણવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ ઝોન અધિકારી શ્રી નરેન્દ્રસિંહ એન. ચૌહાણનું બી.જે. પરમાર દ્વારા, પૂર્વ દક્ષિણ ઝોન અધિકારી મૌલેશભાઈ પી. જોષીનું દક્ષાબેન વાણિયા દ્વારા, ઉત્તર અને પૂર્વ ઝોન અધિકારી શ્રી જે.ડી. વ્યાસનું એન. કે. દવે દ્વારા, શ્રી બીસુભાઈ વાંક નું એન.કે. દવે દ્વારા, પૂર્વ હોમગાર્ડ નયનાબેન ચાવડાનું સેજલબેન મકવાણા દ્વારા, સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચાવડાનું હેમાંગ ભટ્ટ દ્વારા અને સિનિયર ક્લાર્ક નીલભાઈ શાહનું નિર્ભય જોષી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ અવસરે, અગાઉ જાહેર થયેલ મુખ્યમંત્રી મેડલ જિલ્લા કમાન્ડન્ટ શ્રી કાનાણીના હસ્તે હોમગાર્ડ્સના કર્મનિષ્ઠ સભ્યોને એનાયત કરવામાં આવ્યા હતા. મેડલ મેળવનારાઓમાં શ્રી જીતેન્દ્ર દિનકરરાય વ્યાસ (સીસી), મૌલેશ પ્રવીણચંદ્ર જોષી (પીસી, નિવળત), નરેન્દ્રસિંહ માધુભા ચૌહાણ (પીસી, નિવળત), અનિલભાઈ મનુભાઈ જીતીયા (પીએસ, નિવળત), બિશુભાઈ ભાયાભાઈ વાંક (એચજી) અને નયનાબેન નંદલાલ ચાવડા (ડબલ્યુએચજી, નિવળત)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, દક્ષિણ ઝોનના હોમગાર્ડ શ્રી હરેશ હંસરાજભાઈ વિસપરાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોતાના પ્રવચનમાં, હોમગાર્ડ્સની જવાબદારી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જ નથી, પરંતુ સમાજની સુરક્ષા અને શાંતિ સ્થાપવાની પણ છે, તેમ જણાવી વક્તાઓએ હોમગાર્ડ્સના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હોમગાર્ડનો યુનિફોર્મ (ગણવેશ) શિસ્ત, સમર્પણ અને સેવાભાવનાનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ્સના જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:56 AM IST)










