<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ : રસ્તાઓ ભીના

ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા બાદ વરસાદ વરસવાનું શરૂ થતા લોકોને ગરમીમાં રાહત

રાજકોટ : શહેરમાં બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહયૉ છે, સતત વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા છે 

 આજે સવારથી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા બાદ વરસાદ વરસવાનું શરૂ થતા લોકોને ગરમીમાં રાહત  મળી છે અલબત્ત વરસાદનું જોર વધુ રહે તો મેળાની રંગત ફીકી પડે તેવી શકયતા છે, 

 

(4:09 PM IST)