તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Sunday, 17th August 2025
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ત્રણ દિવસમાં આઠ લાખ લોકોએ મોજ માણી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં લોકમેળામાંં પહોચ્યા: પાંચ દિવસમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો એક અંદાજ

રાજકોટમાં, સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાનો આજે ચોથો દિવસ છે. રવિવાર હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મેળામાં પહોચ્યા છે. ત્રણ દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં લોકમેળામાંં પહોચ્યા હતા પાંચ દિવસમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો એક અંદાજ સેવવામાં આવ્યો છે. અલગ અલગ રાઇડ્સમાં બેસીને લોકો માણી રહ્યા છે મોજ. મોતના કૂવા સિવાય તમામ રાઈડસને તંત્ર તરફથી મંજૂરી મળી છે. મોતના કૂવાનું સ્ટ્રક્ચર વધારે જોખમી હોવાથી એક પણ મોતના કૂવાને તંત્રે આ વર્ષે મંજૂરી આપી નથી.
(2:18 PM IST)










