તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
સેવાના સારથી તબીબોઃ દર્દીઓના જીવ બચાવવા સ્વખર્ચે મોંઘા ઇન્જેકશન મંગાવ્યા
એનેસ્થેસિયા આપ્યા બાદ કયારેક જ સર્જાતા મેલિગ્નન્ટ હાઇપરથમિયામાં અનિવાર્ય ઇંજેકશન રાજકોટ-બરોડાના તબીબોએ સ્વખર્ચે મંગાવ્યા

રાજકોટ : જયારે એનેસ્થેસિયાનું રીએકશન ઘાતક બને છે. ત્યારે ઉપયોગી ઇન્જેકશન જર્મનીથી રાજકોટ અને બરોડાના તબીબોએ મંગાવ્યા છે. તે અંગે અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ને વિગતો વર્ણવતા જાણીતા તબીબ ડો. હેતલ વડેરા, ડો. મંગલ દવે, ડો. ચૈતન્યસિંહ ગોહિલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૯.ર૮)
રાજકોટ તા. ૧૪ :.. વર્તમાન જીવનશૈલીથી લોકો અવનવી બિમારીમાં સપડાય છે. તો તબીબી ક્ષેત્રે પણ ગંભીર અને કટોકટી ભરી સ્થિતિમાં માનવ જીવનને કેમ ઝડપથી બચાવવું તેના માટે દવા સહિત અનેક સંશોધનો થઇ રહ્યા છે. ત્યારે દર્દીને એનેસ્થેસીયા આપ્યા બાદ કયારેક જ રીએકશન આવે ત્યારે એક ખાસ ઇજેકશન દ્વારા દર્દીને બચાવી શકાય છે. પરંતુ લાખોની કિંમતનું આ ઇન્જેકશન દર્દીઓની સેવા માટે રાજકોટ અને બરોડાના તબીબોએ સ્વખર્ચે જર્મનીથી મંગાવીને ખાસ સુવિધા ઉભી કરી છે.
ડો. હેતલભાઇ વડેરા, ડો. મંગલ દવે, ડો. ચૈતન્યસિંહ ગોહીલે જણાવેલ કે એક ઓપરેશન ચાલુ છે.. અચાનક દર્દી ને તાવ આવી જાય છે, જેવો તેવો નહિ, ૧૦૫, ૧૦૬ ધબકારા ઉથલપાથલ, દર્દીને મેલિગ્નન્ટ હાઈપરથર્મિયા (Malignant Hyperthermia) થયુ છે તે ખબર પડે છે. જેમ લક્ષ્મણજીનો જીવ બચાવવા સંજીવની હિમાલયમાં મળે તેમ, Inj. Dantrolene, માત્ર થોડાક જ દેશમાં હાજરમાં મળે. એ પણ અત્યંત મોંઘી (એક દર્દીમાં ર-૩ લાખની દવા વપરાય, ૨ એમપ્યુલ) બે-પાંચ વરસમાં એક વાર વપરાય એટલે કોઈને હાજરમાં રાખવી પોશાય નહિ, મોટા ભાગે દવા expires જ થાય.
ડો. હેતલભાઇ વડેરા, ડો. મંગલ દવે, ડો. ચૈતન્યસિંહ ગોહીલે જણાવેલ કે રાજકોટ શહેરના અનેક વિશિષ્ટ તબીબી સંગઠનોના સક્રિય સહયોગથી Inj. Dantrolene ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે-ડૉક્ટરોએ પોતાના ખર્ચે, કોઈની પણ મદદ વગર, દર બે વરસે જો વપરાય નહિ તો પૈસા ગયા. દવા વિદેશથી આવેલી હોય, કોઇ પાછી લે નહિ. આ બધું જાણવા છતા પોતાના પૈસે દવા ઉપલબ્ધ રાખવી અને વપરાય નહિ તેની પ્રાર્થના કરવી, કેમકે વપરાય તો પણ બધા જ દર્દી બચી જ જશે તેવું નથી હોતુ. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે?
ડો. હેતલભાઇ વડેરા, ડો. મંગલ દવે, ડો. ચૈતન્યસિંહ ગોહીલે જણાવેલ કે આ અભૂતપૂર્વ અને લાગણીસભર પહેલમાં રાજકોટ શાખા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસ્થાલોજીસ્ટ, એસોસઅીશેન ઓફ સર્જન, રાજકોટ., ઓથોપેડીક સોસાયટી ઓફ રાજકોટ., ઇએનટી સર્જન એસોસીએશન, રાજકોટ. (ઇન્ડીયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીન), રાજકોટ શાખા. (રાજકોટ ઓબ્ટેટ્રીકસ એન્ડ ગાયનોકોલોજીસ્ટ સોસાયટી) જોડાયા છે.
આ ઇન્જેકશન ISA Baroda બ્રાંચ ના સહયોગથી લીધું છે, કેમ કે એક સાથે ૫ કે ૬ એમપ્યુલ લેવા પડે. ઉપરોક્ત તમામ સંગઠનોએ Inj. Dantrolene ની ૩ વાયલ્સ ખરીદી છે અને રાજકોટમાં ઉપલબ્ધ છે, દવાની જરૂરીયાત તાત્કાલિક પરિસ્થિતિમાં જ પડે અને થોડી જ મિનિટોમાં િ30~90ીં વાપરવું જીવનદાયક બને. આવી જવલ્લે જ વપરાતી અને ભાવમાં સોનાની બરાબરી કરતી દવા કોઇની રાહ જોયા વગર, હાજર રાખવી એ એક પ્રતિબદ્ધતા છે. ડૉક્ટરોનો આ પ્રયાસ એ બતાવે છે કે જ્યારે મુદ્દો દર્દીના જીવનો હોય, ત્યારે તેઓ કોઈ નિયમ કે ફંડ માટે રાહ નથી જોતા - જાતે જવાબદારી ઉઠાવે છે.આ છે માનવતાનું જીવંત દૃષ્ટાંત છે. આ Inj. Dantrolene ની ઉપલબ્ધિ, એક દવાની ખરીદી નહિ, પણ જરૂર પડે ત્યારે પસ્તાવો ન થાય, તેવો દ્રઢ સંકલ્પ છે. આ વાત સામાન્ય માણસ સમજી ન શકે તે જાણવા છતાં પોતાના પૈસા રોકવાએ ડોક્ટરોની ખુમારી છે.
(3:31 PM IST)










