<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

આસ્‍થા સોસાયટીમાં કોમ્‍પ્‍લેક્ષની ઓફીસમાંથી રૂા.૨૦ હજારના દારૂ સાથે કરણ સિંધવ પકડાયો

પીસીબીના એ.એસ.આઇ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને મહિપાલસિંહ ઝાલાની બાતમીઃ ઓફીસ સંચાલક વિજય બોરીચાની શોધખોળ

રાજકોટ તા.૧૪: દોઢસો ફૂટ રોડ પર આસ્‍થા સોસાયટીમાં આવેલ એક કોમ્‍પ્‍લેક્ષની ઓફીસમાં પીસીબીની ટીમે  દરોડો પડી રૂા. ૨૦ હજારના વિદેશ દારૂ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ દોઢસોફૂટ રીંગ રોડ પર આસ્‍થા સોસાયટીમાં આવેલા શીલ્‍ક રૂટ કોમ્‍પ્‍લેક્ષમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની પીસીબીના એ.એસ.આઇ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને મહિપાલસિંહ ઝાલાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી સિલ્‍ક રૂટ કોમ્‍પ્‍લેક્ષમાં ત્રીજા માળે આવેલી ૩૦૫ નંબરની ઓફીસમાં દરોડો પાડી રૂા. ૨૦,૫૬૮ ની કિંમતની વિદેશી દારૂની ૨૩ બોટલ સાથે કરણ કિશોરભાઇ સિંધવ (ઉ.વ.૨૨) (રહે. કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટી શેરી નં. ૪) પકડી લીધો હતા. તેની પુછપરછ કરતા ઓફીસ સંચાલક વિજય વસંતભાઇ બોરીચા (રહે.સ્‍વામીનારાયણ ચોક રાધાકૃષ્‍ણ સોસાયટી શેરી નં. ૧૬)ની શોધખોળ હાથધરી છે.

દારૂની ત્રણ બોટલ સાથે બે પકડાયા

ગોંડલ રોડ પર નક્ષત્ર એપાર્ટમેન્‍ટ-૬માં એડીવીઝના પોલીસ મથકના એ.એસ.આઇ. અમે.બી.જાડેજા તથા કોન્‍સ અનિરૂધ્‍ધસિંહ ચાવડા સહિતે બાતમીના આધારે દરોડો પાડી નક્ષત્ર એપાર્ટમેન્‍ટ-૬માં પહેલા માળે યુગ કોમ્‍યુનિકેશન નામની દુકાનમાંથી રૂા. ૯૩૪ ની કિંમતની વિદેશી દારૂની બોટલ સાથે વેપારી હીમાંશુ પ્રવિણભાઇ રામાવત (રહે. જામનગરરોડ ગાયત્રી ધામ સોસાયટી શેરી નં. ૬) ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડા બીડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ એચ.એમ.કોઠીવાળ તથા કોન્‍સ સંજયભાઇ જળુ સહિતે બાતમીના આધારે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી જયદીપ ઉર્ફે ટીપુ વિજયભાઇ બારૈયા (રહે. નરસંગપરા) મફતીયાપરા કેસરીપુલનીચે)ને દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો.

(3:29 PM IST)