<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

માદક પદાર્થના દૂષણ સામે જાગૃતી લાવવા લોકમેળામાં શહેર એસઓજીએ લગાવ્‍યા પોસ્‍ટર

નશીલા પદાર્થ સામે મજબૂર નહિ મજબૂત બનો...હેલ્‍પલાઇન ૧૯૦૮નો સંપર્ક કરો પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમ દ્વારા રેસકોર્ષના લોકમેળામાં ઠેકઠેકાણે બેનર લગાવાયા

રાજકોટઃ શહેરમાંથી માદક પદાર્થનું દૂષણ દૂર કરવા શહેર પોલીસ, એસઓજીની ટીમો સતત સક્રિય રહે છે. આ દૂષણ સામે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી રેસકોર્ષ મેદાનમાં યોજાયેલા જન્‍માષ્‍ટમી લોકમેળામાં પણ એસઓજીની ટીમો દ્વારા માદક પદાર્થના દૂષણ સામે જાગૃતિ આપતાં બેનરો લગાવવામાં આવ્‍યા છે. નશીલા પદાર્થ સામે મજબૂર નહિ મજબૂત બનો, માદક પદાર્થનું સેવન તમને અને તમારા પરિવારને પણ બરબાદ કરે છે...સહિતના સ્‍લોગન અને નશાકારક પદાર્થોને લગતી માહિતી આપવા માટેના હેલ્‍પલાઇન નંબર ૧૯૦૮ના બેનર પણ લોકમેળામાં ઠેકઠેકાણે અલગ અલગ ટાવર પર લગાવાયા છે. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમો દ્વારા બેનર લગાવવાની કામગીરી થઇ હતી. (૧૪.૮)

(3:14 PM IST)