News of Wednesday, 13th August 2025
માર્ગોના નવિનિકરણ અને માઇનોર બ્રીજના કામો માટે રૂા. ૧૦ર૦ લાખ મંજુર કરાવતા ભાનુબેન બાબરીયા
રાજકોટ, લોધીકા અને કોટડા-સાંગાણી તાલુકાના

રાજકોટઃ તા. ૧૩, રાજકોટ જિલ્લાના રાજકોટ, લોધિકા તેમજ કોટડાસાંગાણી ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓ તેમજ બ્રીજની હાલત ઘણા સમયથી ખરાબ હતી. ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, ડામરકામ તેમજ રોડ ફર્નીસિંગ, નાળા કામ રીપેરીંગ, સી.સી રોડ તેમજ માઇનોર બ્રીજ બનાવવા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આ રજૂઆતને ધ્યાને લઇ, ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતુ માટે આ બાબત સત્વરે મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મુકી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજકોટ ગ્રામ્ય ૭૧ વિધાનસભા વિસ્તારના રાજકોટ તાલુકાના બાલાસર-હરીપર-તરવડા-ચીભડા અપ ટુ સિલ્વર કન્વ્યુમર ઇલેકિટ્રક લી. ને જોડતા (૩.પ૦ કિ.મી.) રસ્તા માટે રૂા.૪૯પ.૦૦ લાખ તેમજ રાજકોટ તાલુકાના ત્રંબા થી ઢાંઢીયા રોડ (રામાપીર મંદિરથી ઢાંઢીયા) ને જોડતા (ર.પ૦ કિ.મી.) રસ્તા માટે રૂા. ૩રપ.૦૦ લાખ એમ કુલ ૬.૦૦ કિ.મી.ના રસ્તાના નવનીકરણ, ડામરકામ તેમજ રોડ ફનીંસીંગ નાળા કામ રીપેરીંગ, સી.સી. રોડ બનાવવા માટે રૂા.૮ર૦.૦૦ લાખ તેમજ કોટડાસાંગાણી તાલુકાના નવી મેંગણીથી પેથાપીરની જગ્યા વચ્ચે આવેલ માઇનોર બ્રીજ એપ્રોચ સાથે રૂા.ર૦૦.૦૦ લાખ એમ મળી કુલ રૂા.૧૦ર૦.૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે.
આ રસ્તાના કામોથી રાજકોટ અને લોધિકા અને કોટડા-સાંગાણીના મુખ્યમર્ગોને જોડતા આ માર્ગની આસપાસના આજુબાજુના ગામડાંઓને આનો લાભ મળશે તેમજ પ્રજાજનોએ આ મંજુરી મળતા હર્ષની લાગણી અનુભવી હતી.
ઉકત મંજુરી મળતાં માન. મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સર્વે ગ્રામજનો વતી માન. મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
(4:09 PM IST)










