તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
રાજકોટ રેન્જના પ જીલ્લામાં જન્માષ્ટમીની ૯૦ શોભાયાત્રા અને ૪૪ મેળામાં ૪ હજારનો પોલીસ કાફલો તૈનાત
દ્વારકાધીશ મંદીર અને બેટ દ્વારકા મંદીર ખાતે વિશેષ સુરક્ષા વ્યવસ્થાઃ પાંચેય જીલ્લાના એસપી સાથે રેન્જ આઇજી અશોકકુમાર યાદવે બેઠક યોજી પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરીઃ પત્રકાર પરીષદમાં વિગતો અપાઇ

રાજકોટ, તા., ૧૩ : રાજકોટ રેન્જના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકામાં યોજાનાર જન્માષ્ટમીની ૯૦ થી વધુ શોભાયાત્રા અને ૪૪ લોકમેળાઓ શાંતિમય વાતાવરણમાં યોજાઇ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઇજી અશોકકુમાર યાદવે પાંચેય જીલ્લાના એસપી સાથે બેઠક યોજી પોલીસ બંદોબસ્ત સમીક્ષા કરી હતી અને પત્રકાર પરીષદમાં પોલીસ બંદોબસ્તની વિગતો જાહેર કરી હતી.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જીલ્લાઓમાં આશરે ૯૦ થી વધુ જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળનાર છે. જેમાં અંદાજે ૧,૧પ,૦૦૦ થી વધુ માણસો ભાગ લઇ શકે છે. આ શોભાયાત્રામાં ૧૩ થી વધુ ASP/DySP, ૧૫૦ થી વધુ PI-PSI તેમજ આશરે ૧૮૦૦ જેટલા ASI/HC/PC અને ૨૦૦૦ થી વધુ HG/GRD/TRB જવાનો દ્રારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં નિકળનાર રથયાત્રાના વિસ્તારોના આગેવાનો સાથે પોલીસ દ્રારા કુલ ૮૦ થી વધુ શાંતિ સમીતીની મીટીંગ યોજવામાં આવેલ છે જેમાં આસરે ૧૬૦૦ થી વધારે આગેવાનો-માણસો જોડાયેલ હતા. જે વિસ્તારમાંથી શોભાયાત્રા નિકળનાર છે જે શોભાયાત્રાના મોટા ભાગના આગેવાનો દ્રારા પોલીસ પાસેથી શોભાયાત્રા અંગેની મંજુરી લઇ લીધેલ છે અને જે લોકોએ મંજુરી લીધેલ નથી તેઓને મંજુરી મેળવી લેવા સુચના આપેલ છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ દ્વારકા જીલ્લામાં - ૧, જામનગર જીલ્લામાં - ૫, મોરબી જીલ્લામાં - ૧૦, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં - ૨૩ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં - ૫ મળી એમ કુલ - ૪૪ નાના - મોટા લોકમેળાઓ યોજાનાર છે. તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ છે. તમામ લોકમેળાઓ ખાતે બાળકો, મહિલાઓ તથા સીનીયર સીટીઝનો માટે SHE Team તૈનાત રાખવામાં આવનાર છે. પીકપોકેટરો, ચેઇન તોકર તથા આવારા તત્વો ઉપર લગામ કસવા સારૂં એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક ડી સ્ટાફના કર્મચારીઓથી ખાનગી કપડાઓમાં પણ પોલીસ લોકમેળાઓ ખાતે ફરજ બજાવનાર છે. તમામ લોકમેળાઓ ખાતે લોકો રજુઆત/ફરીયાદ કરી શકે તે માટે તંબુની વ્યવસ્થા ગોઠવી તેઓની રજુઆત / ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવા ટીમો રાખવામાં આવેલ છે.
દ્વારકા પોલીસ સ્ટેશન દ્રારા કુલ ૬ જોનમાં પોલીસ બંદોબસ્તની વહેચણી કરવામાં આવેલ છે જેમાં DYSP (4), PI-PSI (51), ASI-HC-PC (516) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (૧૧૫૩)નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
તેમજ દ્વારકાધીશ મંદિર ખાતે DYSP (2), PI-PSI (19), ASI-HC-PC (161) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (૩૫૬) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. જયારે બેટ દ્રારકા મંદિર ખાતે DYSP (1), PI-PSI (8), ASI-HC-PC (66) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (૧૬૧) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. દેવભૂમિ દ્રારકા જિલ્લા ખાતે DYSP (7), PI-PSI (79), ASI-HC-PC (738) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (૧૭૨૫)નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
તરણેતર ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા બંદોબસ્તમાં DIG (1), DYSP (10), PI-PSI (112), ASI-HC-PC (1190) તેમજ SRPF (3 કંપની) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે DYSP (1), PI-PSI (8), ASI-HC-PC (98) તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ (૨૨૭) નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવે જાહેર જનતાને રાજ્યમાં તહેવારોના માહોલને ડહોળવા અસામાજિક તત્વો દ્રારા સોસીયલ મીડીયા ઉપર મુકવામાં આવતી વાંધાજનક પોસ્ટ પરથી કે ખોટી અફવાથી દોરાઇ નહીં અને આવા ખોટા મેસેજ પર ભરોસો ન કરી તેનાથી દુર રહે અને હાલે ચોમાસાની સીઝન હોય વરસાદી વાતાવરના લીધે રથયાત્રા તેમજ લોકમેળા દરમ્યાન કોઇ ઇલેકટ્રીક સોટસર્કીટનો બનાવ ન બને તે અંગેની કાળજી તેમજ ખાસ તકેદારી રાખવા તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
તેમજ જો કોઇ વ્યકતિને કંઇપણ વાંધાજનક / શંકાસ્પદ વસ્તુ કે હકીકત જણાય આવેતો તુર્તજ રાજકોટ રેન્જ / રેન્જના જિલ્લાઓના કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. (૧) રાજકોટ રેન્જ ૦૨૮૧-૨૪૭૫૫૧૬ (ર) દ્રારકા ૦૨૮૩૩-૨૩૨૦૦૨ (૩) જામનગર ૦૨૮૮-૨૫૫૦૨૦૦ (૪) મોરબી ૦૨૮૨૨-૨૪૩૪૭૮ (૫) રાજકોટ ગ્રામ્ય ૦૨૮૧-૨૪૫૫૩૦૩ (૬) સુરેન્દ્રનગર ૦૨૭૫૨-૨૮૨૪૫૨.
(4:08 PM IST)










