<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

‘‘જન્‍માષ્ટમી''ના તહેવારોની શહેરીજનોને શુભેચ્‍છા પાઠવતા મનપાના પદાધિકારીશ્રીઓ

 

રાજકોટઃ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા શહેરીજનોને પવિત્ર શ્રાવણ માસના કૃષ્‍ણ પક્ષની છઠ્ઠ થી આઠમ સુધીના ‘‘જન્‍માષ્ટમી''ના તહેવારની શુભેચ્‍છા પાઠવતા જણાવે છે કે, શ્રાવણ માસના તહેવારો કૃષ્‍ણ પક્ષની છઠ્ઠ તિથિને રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે.

શ્રાવણ માસના આ પવિત્ર તહેવાર નિમિતે કૃષ્‍ણ પક્ષની છઠ્ઠ થી દસમ સુધી સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ ગામો-શહેરોમાં ભાતીગળ અને પરંપરાગત લોકસંસ્‍કૃતિ દર્શાવતા ‘‘લોક મેળા''નું ભવ્‍ય આયોજન થાય છે અને તેમાં લોકો હર્ષ ઉલ્લાસથી પરિવાર સાથે ભાગ લઈ આનંદ માણે છે

(4:05 PM IST)