તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
આજે નાગપાંચમ-કાલે રાંધણ છઠ્ઠ : શુક્રવારે શીતળા સાતમ ઉજવાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ

રાજકોટ, તા., ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ છે.
આજે નાગ દેવતાની પુજા સાથે નાગ પાંચમની ઉજવણી કરવામાં આવી રહી છે. કાલે રાંધણ છઠ્ઠની ઉજવણી કરાશે. શુક્રવારે શિતળા સાતમ અને શનીવારે જન્માષ્ટમી ઉજવાશે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પ્રતિવર્ષ યોજાતો લોકમેળો આવતીકાલ તા.૧૪ ગુરુવારનાં સાંજે છ કલાકે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા,ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુકનાં હસ્તે ખુલ્લો મુકાશે.ઉદ્ધાટન સમારોહ માં સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.
ગોંડલ પંથકમાં નગરપાલિકા દ્વારા યોજાતો લોકમેળો રાજકોટ પછી બીજા ક્રમનો મેળો ગણાય છે.ગોંડલનાં ૭૯ ગામડાંઓ ઉપરાંત કોટડા સાંગાણી, વિછીયા, લોધીકા પંથકનાં હજારો લોકો મેળો માણવા ગોંડલ આવેછે.
નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યુ કે લોકો મુકતમને મેળો માણી શકે તે માટે સુરક્ષાનાં તમામ પ્રબંધ કરાયા છે.મેળામાં રંગારંગ કાર્યક્રમો પણ યોજાશે.જેમાં સુંદરકાંડનાં પાઠ, મહાદેવ સ્તુતિ, લોકડાયરો,મ્યુઝીકલ ઓર્કેસ્ટ્રાનો સમાવેશ થાય છે.
લોકમેળાનાં આયોજનને સફળ બનાવવા નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા, કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા ઉપરાંત મેળા કમીટીનાં સભ્યો ચંદુભાઈ ડાભી, આશિફભાઇ ઝકરીયા, અર્પણાબેન આચાર્ય, હંસાબેન માધડ, કૌશિકભાઈ પડાળીયા, ઋષિરાજસિંહ જાડેજા, નિલેશભાઈ કાપડીયા, અヘનિભાઇ પાંચાણી, સંકલન સમિતિનાં મનસુખભાઈ સખીયા તથા ચીફ ઓફિસર અヘીનભાઇ વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:20 PM IST)










