<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મોરબી રોડના રણધીરનું તેના જ મિત્રએ અપહરણ કર્યુઃ બાંધીને માર માર્યો અને કાર, રોકડ, દાગીના લૂંટી લીધા

કામ છે કહી મોહિત અજાણ્‍યા શખ્‍સો સાથે મળી ઇશ્વરીયાની વાડીમાં લઇ ગયા, પછી બંદૂક જેવુ હથીયાર દેખાડી કહ્યું-હવે તારા પિતાને ફોન કર કરે ગાંધીનગર સાયબર ક્રાઇમે મને ઉઠાવ્‍યો છે અને સમાધાનના ૪૦ લાખ માંગે છેઃ આગળ જતાં તક જોઇ કારમાંથી ઉતરીને ભાગ્‍યોઃ સારવાર માટે પહોંચતા બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૩: શહેરમાં જુના મોરબી રોડ પર સોહમનગર વિસ્‍તારમાં રહેતાં યુવાનને તેના જ બે મિત્રોએ કાવત્રુ ઘડી અપહરણ કરી ઇશ્વરીયાની કોઇ વાડીમાં લઇ જઇ હાથ-પગ બાંધી માથે બંદૂક જેવુ ુહથીયાર મુકી ડરાવી ધમકાવી રોકડ-દાગીના અને કારની લૂંટ ચલાવી લેતાં ચકચાર જાગી છે. આ યુવાન મુક્‍ત થયા બાદ સારવાર માટે પહોંચ્‍યો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ં મોરબી રોડ પર સોહમ નગરમા રહેતા રણધીર રૂપેશભાઈ કટારીયા (ઉ.વ. ૨૫) નામનો યુવાન વહેલી સવારે ઘર પાસે હતો ત્‍યારે તેનો જ મિત્ર મોહીત ગોહેલ બે અજાણ્‍યા શખ્‍સને લઇને આવ્‍યોહ તો અને તારુ કામ છે તેમ કહી કારમાં બેસાડીે ઇશ્વરીયા વિસ્‍તારમાં લઇ ગયા બાદ બાંધીને મારકુટ કરી લૂંટ ચલાવી છોડી મુકતાં સારવાર માટે હોસ્‍પિટલમાં પહોંચતા બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી, ડી. સ્‍ટાફની ટીમે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં રણધીરે આક્ષેપો કરતાં કહ્યુ઼ હતું કે- હુેં વહેલી સવારે ઘર પાસે હતો ત્‍યારે મીત્ર મોહીત અને તેની સાથે આવેલા બે શખસોએ ચાલ ગણેશ નગરમા કામ છે કહી કારમા બેસાડી ઇશ્વરીયા તરફ વાડી જેવી અવાવરૂ જગ્‍યાએ લઇ ગયા હતાં. ત્‍યાં જઇ મારા હાથ પગ બાંધી દીધા હતાં. પછી મારા લમણે બંદૂક જેવુ કંઇક મુકી ધમકી આપી કહ્યું હતું કે-તારા પિતાને ફોન કરીને કહે કે ગાંધીનગર સાયબર ક્રાઇમવાળાએ મને ઉઠાવ્‍યો છે અને છોડવા માટે ચાલીસ લાખ માંગે છે, તેઓ મને ગાંધીનગર લઇ જાય છે અને અત્‍યારે અમે ચોટીલાથી આગળ પહોંચી ગયા છીએ, સમાધાન માટે રૂપિયા આપવા પડશે.

આથી રણધીરે પહેલા પોતાના મિત્રને ફોન કરી મોહિતના કહ્યા મુજબની વાત કરી હતી. મિત્રએ રણધીરના પિતાને જાણ કરી હતી. રણધીરના કહેવા મુજબ મેં આ રીતની વાત કરી લીધા પછી મારી સત્તર લાખની કાર, રોકડ, સોનાની વીંટી, માળા સહિતની ચીજવસ્‍તુઓ લૂંટી લઇ મને રસ્‍તામાં ખેતર તરફ લઇ ગયા હતાં. જ્‍યાં કાર ઉભી રહેતાં તક જોઇ હું ભાગ્‍યો હતો. આગળ એક ખેડુત પાસેથી મોબાઇલ ફોન લઇ મારા પિતાને વાત કરી હતી. ખેડુતના કહેવા મુજબ એ ઇશ્વરીયા વિસ્‍તાર હતો.બ ાદમાં મારા પિતા સહિતના આવતાં મને હોસ્‍પિટલે લાવ્‍યા હતાં. બી-ડિવીઝન પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ ઘટનામાં ખરેખર શું બન્‍યું? તેની તપાસ થઇ રહી છે. સારવાર બાદ યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ થશે તેમ જાણવા મળ્‍યું છે.

(3:56 PM IST)