<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

પંચનાથ મિત્ર મંડળ અને સેવા સહકાર ટ્રસ્‍ટ દ્વારા કાલે જરૂરતમંદ પરિવારોને અનાજ કિટનું વિનામુલ્‍યે વિતરણ

કાર્યકરો દ્વારા સર્વે કરીને જેઓને ટોકન અપાયા હોય તેમને જ આ કીટનો લાભ મળશે

રાજકોટ તા. ૧૩ : જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી પંચનાથ મિત્ર મંડળ અને શ્રી સેવા સહકાર ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારો માટે મફત અન્ન કીટ વિતરણનો કાર્યક્રમ શ્રી પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે કાલે તા.૧૪ ના સાંજે ૫ કલાકે રાખેલ છે.

દરેક કિટમાં ચણાનો લોટ - ૫૦૦ ગ્રામ, ખીચડી - ૧ કિલો, તેલ - ૧ લિટર, ખાંડ - ૧ કિલો, મીઠું - ૧ કિલો, પૌવા - ૧ કિલો અપાશે. કીટ વિતરણ માટે કાર્યકર્તાઓ ઘરે જઈને સર્વે કરશે અને જરૂરિયાતમંદ પરિવારોની તપાસ કરી  પસંદ કરાયેલ પરિવારોને ટોકન આપશે. જે લોકો પાસે ટોકન હશે તેમને જ કિટ આપવામાં આવશે. ટોકન મેળવનારા લાભાર્થીઓએ ૧૪ ઓગસ્‍ટના સાંજે ૫ વાગ્‍યે શ્રી પંચનાથ મંદિર ખાતે પોતાની કિટ મેળવવાની રહેશે. કાર્યક્રમના આયોજન માટે કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી હતી. દરેક કાર્યકર્તાને પોતાના વિસ્‍તારના જરૂરિયાતમંદ પરિવારો માટેના કિટના ટોકન સુપ્રત કરવામા આવેલા. આ પહેલનો હેતુ પર્વ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને આવશ્‍યક ખાદ્યસામગ્રી ઉપલબ્‍ધ કરાવવાનો છે. સમગ્ર આયોજન માટે શ્રી પંચનાથ મિત્ર મંડળના સર્વેશ્રીઃ સંદીપભાઈ ડોડિયા, કૌશિકભાઈ ચાવડા, અજયભાઈ પરમ, કિરીટભાઈ ગોહીલ, વિશાલભાઈ મંડાવ્‍યા, વસંતભાઈ જસાણી, મયંકભાઈ, રાહુલભાઈ, કમલેશભાઈ, ગોપાલભાઈ, સંજયભાઈ, ઈશ્વરભાઈ, આનંદવાલાભાઈ, નારણભાઈ, સન્નીભાઈ, રમેશભાઈ, જ્‍યોશનબેન, ધિરેનભાઈ, મુરાદભાઈ, કામરાન ભાઈ, જયુરાકોડભાઈ, દિનેશભાઈ, વિજયભાઈ, સહદેવભાઈ, આસિફભાઈ, ઇલુભાઈ, અક્રમભાઇ, સીકંદરભાઇ, રંજીતભાઈ, યોગેશભાઈ, કાળુભાઈ, ધમો ભાઈ, દિલીપભાઈ, જયદીપભાઈ, દિપકભાઈ, જાગાભાઈ, રાજુભાઈ, જીતુભાઈ, રાજુભાઈ, સલીમભાઇ, મોસિનભાઈ, લાલભાઈ, ફિરોઝભાઈ, ગૌતમભાઈ, શંકરભાઈ, લલિતભાઈ, હીરાભાઈ, ભરતભાઈ, કલ્‍પેશભાઈ, વિક્કીભાઈ, રફિકભાઈ વગેરે જેહમત ઉઠાવી રહ્યા છે. સેવા સહકાર ટ્રસ્‍ટના સર્વેશ્રી પાર્થરાજસિંહ ચૌહાણ, રવિ પાંચોટિયા, હાર્દિક ડોડીયા અને હાર્દિક ગજેરા એન્‍ડ જૈનમભાઇ મેઘપર આ કિટ વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:52 PM IST)