<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ભાજપ હાય...હાય... ખાડારાજ દુર કરોઃ કોંગ્રેસ

મનપા ખાતે મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકરોની પ્રજા પ્રશ્ને ધબધબાટી : નોટીસો, રસ્‍તા પહોળા કરવા સહિતના મુદ્‌ે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં હલ્લાબોલ : ઉગ્ર આંદોલનની ચિમકી

કોંગ્રેસ દ્વારા મનપામાં ખાડા મુદ્દે હલ્લા બોલઃ શહેરભરના રાજમાર્ગો ઉપર ખાડાઓથી ત્રસ્‍ત પ્રજાના પ્રશ્‍ને આજે કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ દ્વારા સોરઠીયા વાડી વિસ્‍તારોમાં હયાત રોડ પહોંળા કરવા, નદી કાંઠેના લોકોને ડીમોલીશનની નોટીસ બંધ કરવા અંગે પણ માંગ કરાઈ હતી. આ તકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભાજપ હાય હાયના નારા લગાડાયા હતા. નાયબ મ્‍યુ.કમિશનર દ્વારા ૮ દિવસમાં ઘટતું કરવા ખાતરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા, વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં મોટી સંખ્‍યામાં કાર્યકર ભાઈ-બહેનો જોડાયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૩ : શહેરના તમામ રાજમાર્ગો ઉપર ખાડાઓનું રાજ છે. છાશવારે નાના-મોટા અકસ્‍માતો તો થાય જ છે, પણ ગઇકાલે રૈયા રોડ ખાતે એક વૃધ્‍ધ વાહન ચાલકનું ખાડાના કારણે મોત થતા લોકોમાં રોષ શાસકો માટે નારાજગી જોવા મળી રહી છે.

આ અંગે આજે મનપા કચેરી ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાનીમાં કાર્યકરો ઉમટી પડેલ. ભારે સુત્રોચ્‍ચાર બાદ મ્‍યુ. કમિશ્નરને વિવિધ વિસ્‍તારોના રોડ પહોળા કરવા તથા તમામ વોર્ડમાં ખાડાની તુરંત મરામત કરાવવા આવેદન પાઠવ્‍યું હતું.

આવેદન મુજબ સોરઠીયા વે-બ્રિજથી જંગલેશ્વર મેઇન રોડ પર સોસાયટી લેઉવા પટેલ સોસાયટી, રાધાકળષ્‍ણનગર, ભોજલરામ સોસાયટી, નર્મદા નગરના હાલ હયાત રોડ પહોળો કરવા તથા શહેર ભરના તમામ વોર્ડમાં ખાડાનો તાત્‍કાલિક સર્વે કરાવી મરામત કરવા માંગ કરી છે.

વધુમાં જણાવવાનું કે નગર રચના યોજના ક્રમાંક ૬ (રાજકોટ) ગુજરાત અર્બન ડેવલોપમેન્‍ટ એક્‍ટ ૧૯૭૬ ની કલમ ૬૫ (૧) મુજબ નામદાર ગુજરાત સરકારે તેમના ઠરાવ નંબર જીએચ/ની/૮૧ ઓફ ૧૯૯૫ તારીખ પીએસ ૧૩૯૪-૮૨૮ એલ તારીખ ૧૯/૬/૧૯૯૫ ના હુકમ મુજબ અંતિમ મંજૂર થઈ અમલમાં આવેલ છે તે અયોગ્‍ય તે માટે કારણ કે તે ટીપીને ૩૦ વર્ષથી વધુ અમલ થયો છે હાલો હયાત રોડ એ ૫૦ વર્ષ જૂનો રોડ છે ના રસ્‍તા પર ટીપી શાખા દ્વારા વારંવાર માપણી કરી કપાતની નિશાની કરવામાં આવે છે.

 હયાત રોડ કપાત થાય તો રાજકોટ મહાનગરપાલિકાને ૭૫ કરોડથી વધારે ફાયદો થાય તેમ છે કારણ કે ટીપી મુજબ જોઈએ તો ત્‍યાં નવા રોડ બનાવવા ખાડા ભરવા વીજપોલ અને ડામર રોડ કરવા જેવી અનેક સુવિધાઓના સમાવેશ થાય જેથી મહાનગરપાલિકાની તિજોરી ઉપર કરોડોનો બોજ આવે જેથી ટીપી ફેર બદલ કરવાની રજૂઆત રાજકોટ મુકામે મુખ્‍યમંત્રીના લોક દરબારમાં વોર્ડ નંબર ૧૬ દ્વારા કરવામાં આવી હતી.

 હાલ હયાત ૪૦ ફૂટનો રોડ છે બંને બાજુ કબજા વાળી જમીન આ રોડ પહોળો કરવા આવે જેથી આ આ રોડ ૧૫ મીટર પહોળો થાય તો તે સર્વે લોકોના હિતમાં સારું રહે અને કોઈ વ્‍યક્‍તિ બેઘર થાય નહીં અને અંદાજે ૧૨૦૦ લોકો બેઘર થતા બચી જશે. ટીપી ફેર બદલ કરી હયાત રોડ પહોળો કરવા અરજ છે. નોટિસો પાઠવવામાં આવી છે તે સ્‍થળે લોકો વર્ષોથી પેઢી દર પેઢી રહે છે. રાજકોટમાં જ પાંચ થી છ ટીપી રિવાઇઝડ થઈ હોય જેથી કરીને આ ધોરણે કાર્યવાહી કરવી જોઇએ.

  અગાઉ નદી કાંઠાના વિસ્‍તારમાં જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેનો રિસર્વે કરીને ખરેખર જે લોકોના મકાન ડૂબમાં હોય તે મકાનનુ જ ડિમોલીશન કરવું. અન્‍ય પરિવારોને વખતોવખત નોટિસો આપી બિનજરૂરી કનડગત ન કરવી. જે લોકોના મકાન હોય અને જે પરિવારો પોતાના મકાનો સ્‍વૈચ્‍છિક ખાલી કરી લેતા હોય ત્‍યારે આવા લોકોને રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં સમાવેશ કરવો જોઈએ જેથી લોકો બેઘર થતા બચી શકે.

શહેરમાં સમયાંતરે ખાડાઓના પગલે શહેરીજનોએ પોતાના જીવ ગુમાવ્‍યાની ઘટનાઓ  મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના રેકોર્ડ પર મૌજુદ છે. રૈયા રોડ પર ગઈકાલે બેંકના એક નિવળત્ત કર્મચારી દ્વારા ખાડાના પગલે જીવ ગુમાવવો પડ્‍યો છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં જે કોઈ ખાડા અથવા પેચ વર્ક બાકી હોય ત્‍યાં તાત્‍કાલિક સમારકામ કરવામાં આવે. ખાડા ને પગલે જીવ ગુમાવવાની ઘટનામાં પોલીસ તંત્ર દ્વારા સાપરધ મનુષ્‍યવધનો ગુનો દાખલ થવો જોઈએ.

આ અંગે વિવિધ મુદ્દે યોગ્‍ય કરવા માંગ કરવામાં આવી છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ઇન્‍દ્રનીલ રાજગુરુ (પૂર્વ ધારાસભ્‍ય), ડો. મહેશભાઈ રાજપુત, ડો. હેમાંગભાઈ વસાવડા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા સંજયભાઈ અજુડીયા રહીમભાઈ સોરા, સુરેશભાઈ ગેરૈયા, ગોપાલભાઈ અનડકટ, નરેન્‍દ્રભાઈ સોલંકી, ડી.પી મકવાણા, દીપ્તિબેન સોલંકી, ઉમરભાઈ સોરા, હાજી બાબુભાઈ વિશળ, સુરાભાઈ રબારી, રહેમનભાઈ ડાકોરા, જુમાભાઈ પતાણી, હાસમભાઈ ઉનડ, ઓસમાણ મસીહા,   ડો. નયનાબા જાડેજા, યુનસ જુણેજા,  અશોકભાઈ વાળા, જયદીપભાઇ મયાત્રા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, બીપીનભાઇ રાઠોડ, અહેસાનભાઈ ચૌહાણ, ગીરીશભાઈ પટેલ, વશરામભાઈ ચાંડપા, મિલિંદભાઈ પરમાર, કંચનબેન વાળા, ચિંતનભાઈ દવે, મીનાબેન જાદવ, ગેલાભાઈ મુછડીયા, રવજીભાઈ ખીમસુરીયા, નરેશ ગઢવી, રવિરાજસિંહ ડોડીયા, દિલીપભાઈ આસવાણી, ગૌરવભાઈ પુજારા, જાડેજા જગુભા, વાઘેલા રામદેવસિંહ હર્ષદ સિંહ વાઘેલા ઙ્કવીણભાઈ મુછડીયા દીપકભાઈ મકવાણા જયાબેન ટાંક સિકંદર ભાઈ મુલતાણી, ભાવનાબેન વાઘેલા, રઘુરામ યાદવ, ચાવડા રાજુભાઈ તેવીતાબેન જાદવ, હંસાબેન કડિયા,  અનસોયાબેન પોરીયા, વનીતાબેન સિંધવ, કાંતિભાઈ ચાવડા કનકસિંહ જાડેજા મનુ મામા કોટક હરેશભાઈ ભારાઈ પંડ્‍યા ભરતભાઈ હરેશભાઈ પરમાર પારુલબેન તલેત માવજીભાઈ રાખસીયા કાજલબેન સર્કલ સુભદ્રાબેન અઘોલા, મનસુખભાઈ પોરીયા, નયનાબેન ગોંડલીયા દિનેશભાઈ નાગર, રંજનબેન સિદ્ધપુરા બોલાણીયા વસંતબેન શહેરના કોંગ્રેસના આગેવાનો વિસ્‍તારના ભાઈઓ બહેનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

(4:24 PM IST)