તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
યાજ્ઞિક રોડ નાલા ઉપરનું સંપૂર્ણ કામ આજે બપોરે પૂર્ણ થઈ ગયું

રાજકોટ, રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર નાલા ઉપર સ્લેબ ભરવાનું સંપૂર્ણ કામ આજે બપોરે પૂર્ણ થઈ ગયું હોવાનું જાણવા મળે છે. સીમેન્ટ કોંક્રીટ થકી સ્લેબ ભરવામાં આવ્યો હોઈ એકાદ-બે દિવસ તે સુકાયા બાદ રોડ ખુલ્લો મૂકી દેવાશે તેવા નિર્દેશ મળે છે. આ રોડ વ્હેલી તકે ખુલે એ જરૂરી છે કારણકે આવતીકાલથી લોકમેળો શરૂ રહયો છે. દરમ્યાન સર્વેશ્વર ચોકમાં પણ નાલા પર સ્લેબ ભરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે માત્ર પડખા ઉપર સીમેન્ટ-કોંક્રીટ પાથરવાનું કામ ચાલી રહયું છે. જે રીતે કામ ચાલે છે તે જોતા આ ચોક પણ બે-ત્રણ દિવસમાં ખુલ્લો મૂકાય તેવી શકયતા છે. યાજ્ઞિક રોડ અને સર્વેશ્વર ચોક ખુલ્લો મૂકાય તેની આસપાસના ધંધાર્થીઓ-વેપારીઓ-ઓફિસધારકો વગેરે લાંબા સમયથી રાહ જોઈ રહયા છે.
(3:49 PM IST)










