<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મનપા દ્વારા આયોજિત ભવ્‍ય અને અભૂતપૂર્વ ‘‘તિરંગા યાત્રા''ને બહોળો પ્રતિસાદ

આભાર વ્‍યક્‍ત કરતા પદાધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનર

રાજકોટ :  ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્‍ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્‍ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્‍ટ્રધ્‍વજના સન્‍માનમાં મહાનગરપાલિકા દ્વારા તા.૧૨ ઓગષ્ટના રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્‍યાતિ ભવ્‍ય ‘‘તિરંગા યાત્રા'' કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના માન. પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ‘‘તિરંગા યાત્રા'' કાર્યક્રમ યોજાયો.આ ‘‘તિરંગા યાત્રા'' કાર્યક્રમને ભવ્‍ય અને અભૂતપૂર્વ સફળતા અપાવવા બદલ વ્‍યવસાયિક એસો., વિવિધ ચેમ્‍બર્સ, ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્‍ડર્સ, આર્કીટેકટ, કન્‍સલ્‍ટન્‍ટન્‍ટ એસો., એન્‍જીનિયરીંગ એસો., તાબા હેઠળના કોન્‍ટ્રાકટરોના કર્મચારીઓ, ધાર્મિક સંગઠનો, NGO, સખી મંડળો, રમત ગમતની સંસ્‍થાઓ, NSS, NCC, IMA, કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસો., હોટેલ, રેસ્‍ટોરન્‍ટ, ફૂડ વેન્‍ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, RMC સંચાલિત હાઈસ્‍કૂલો, યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ, સ્‍વ-નિર્ભર શાળા સંચાલક મંડળ હેઠળની ખાનગી શાળા તથા ટ્રસ્‍ટ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, સ્‍માર્ટ સોસાયટીઓ તેમજ બહોળી સંખ્‍યામાં ઉત્‍સાહભેર જોડાયેલ શહેરીજનોનો તથા પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓનો રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાનો ખાસ આભાર વ્‍યકત કરે છે.

(4:26 PM IST)