<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મિલ્‍કત વિરોધી ગુનામાં અગાઉ પકડાયેલા ૧૨૬ શખ્‍સોને તહેવારમાં સખણા રહેવા પોલીસની તાકીદ

તમામ પોલીસ સ્‍ટેશનોમાં પકડાયેલાઓને ક્રાઇમ બ્રાંચ ખાતે બોલાવી ચોરી-ચિલઝડપ-વાહનચોરી-મોબાઇલ ચોરીથી દૂર રહેવા એસીપી ક્રાઇમ ભરત બસીયાએ સુચના આપી

રાજકોટઃ શહેરના અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં ઘરફોડ ચોરી, વાહનચોરી, મોબાઇલ ફોન ચોરી, લૂંટ, ચિલઝડપ સહિતના મિલ્‍કત વિરોધી ગુનાઓમાં પકડાઇ ચુકેલા ૧૨૬ જેટલા શખ્‍સો જેતે પોલીસ સ્‍ટેશનમાં એમ.સી.આર. લિસ્‍ટમાં નોંધાયેલા હોઇ આગામી જન્‍માષ્‍ટમીના તહેવારોના દિવસોમાં આ શખ્‍સો ફરીથી ગુનાખોરી ન આચરે એ માટે તેને કડક સુચના આપવામાં આવી હતી. તમામ પોલીસ સ્‍ટેશનોના ડી. સ્‍ટાફ દ્વારા આવા શખ્‍સોને ડીસીબી પોલીસ સ્‍ટેશન ખાતે હાજર કરવામાં આવ્‍યા હતાં. આ તમામને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના અંતર્ગત એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ દ્વારા કડક સુચના અપાઇ હતી. અગાઉ ગુનાખોરીમાં ઝડપાયેલા શખ્‍સો હાલમાં શું કરી રહ્યા છે? તે સહિતની વિગતો મેળવવામાં આવી હતી અને તહેવાર દરમિયાન તેના પર ખાસ વોચ રખાશે તેની જાણ કરાઇ હતી.

(2:58 PM IST)