તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
હસનવાડીના ૪૪ વર્ષના રાકેશભાઇ ગઢેચાનું હૃદય બંધ પડી જતાં મોત

રાજકોટ તા. ૧૩: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. હસનવાડી-૩માં રહેતાં રાકેશભાઇ ભાઇલાલ ગઢેચા (ઉ.વ.૪૪) સવારે ઘરે છાતીમાં દુઃખાયો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર રાકેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા અને અપરિણીત હતાં. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ ભક્તિનગર પોલીસને જાણ કરી હતી
(2:56 PM IST)










